Viral video

અંબાણી પરિવાર મહેમાનોને આપશે કચ્છની મહિલાઓએ બનાવેલ બાંધણીની ખાસ ભેટ, નીતાબેન અંબાણીએ મહિલાઓ સાથે કરી મુલાકાત..જુઓ વિડીયો

Spread the love

અંબાણી પરિવાર હાલમાં ગુજરાત પધાર્યા છે કારણ કે અંબાણી પરિવારના ઘર આંગણે રાધિકા અને અનંતના લગ્નના લીલા તોરણ બંધાવવા જઈ રહ્યા છે, જેથી પ્રિ વેડિંગ માટે અંબાણી પરિવાર જામનગર આવેલ છે. હાલમાં પરિવાર દ્વારા લગ્નની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે અને આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારના લગન ખૂબ જ ભવ્ય અને શાહી હોય છે, આ લગ્નમાં દેશ વિદેશના મહાનુભાવો અને ફિલ્મ જગત અને ઉદ્યોગ જગત તેમજ રાજનેતાઓ પણ મહેમાન બને છે.

અંબાણી પરિવાર દ્વારા લગ્નમાં મહેમાનો માટે ખાસ બાંધણી અને મહારાષ્ટ્ર સંસ્કૃતિ પર એક દુપટ્ટો આપવામાં આવશે. આ દુપટ્ટાની કામગીરી કેવી ચાલી રહી છે, તે જોવા માટે બાંધણીના શો રૂમની રૂબરૂ મુલાકાત નિતા અંબાણી એ કરી હતી અને સૌથી ખાસ વાત એ કે કોઈપણ જાતના અભિમાન વગર નિતા અંબાણી એ બાંધણી બનાવનાર સૌ મહિલાઓ સાથે હળીમળીને વાતચીત કરી હતી તેમજ કામગીરીનું નીરક્ષણ કર્યું હતું.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ખાસ કરીને નીતાબેન અંબાણી એ મહિલાઓ સાથે જે વાતચીત કરી તે ખૂબ જ લોકોને પસંદ આવી રહી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે નિતા અંબાણી શું વાતચીત કરી. નિતા અંબાણી સૌ મહિલાઓને  જય શ્રી કૃષ્ણ બોલે છે, ત્યારબાદ બાંધણી જોઇને કહે છે કે, આ કલર કેવો સુંદર છે.  મહિલા પૂછે છે કે, તમારે શીખવું છે?

નિતા અંબાણીની હસતા હસતા બોલે છે કે, ન ભાઈ! મારાથી આવું ઝીણું ઝીણું કામ ન થાય. તમે બધાં ક્યાં શીખ્યા આવું નાનું નાનું કામ કરતા?  સૌ મહિલાઓ જવાબ આપે છે કે, અમે સાસરે આવીને શીખ્યા જાતે.નિતા અંબાણી સૌ મહિલાઓ કહે છે કે, વખાણ છે, તમે પોતે તમારા પગ પર ઊભા છો અને પોતે કમાવ છો.  ખરેખર આ વિડીયો જોઇને સૌ ગુજરાતીઓ નીતાબેન અંબાણી ની સાદગી ના વખાણ કરી રહ્યા છે, ખાસ વાતે છે કે અંબાણી પરિવાર લોકલ ફોર વોકલ ને પ્રોત્સાહન આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *