અમદાવાદમાં પાવભાજી ખાવી હોય “સાંઈનાથ પાવભાજી અને પુલાવ” ને ત્યાં જજો ! ભાજી એવી કે આંગળા ચાટતા રહી જશો….
હાલના સમયમાં આખા ગુજરાત રાજ્યની અંદર કડકડકતી ઠંડી પડી રહી છે એવામાં લોકોએ પોતાના શરીરને ગરમ રાખવા માટે ગરમ ખોરાક તથા ગરમ પીણા પણ શરૂ કરી દીધા છે જે શરીરને ગરમ કરવા માટે ઉપોયગી સાબિત થઇ શકે. એટલું જ નહીં હાલ ગરમા ગરમ ખોરાકની પણ માંગ વધી ગઈ છે જેમાં તમને ખબર જ હશે કે પાવ ભાજી તથા સેવ ઉસળ જેવા અનેક સ્વાદિષ્ટ ખોરાકનો સમાવેશ થાય છે.
આમ તો અમે રોજ કોઈને કોઈ દુકાન કે ફેમસ ફૂડની વાતને લઈને આવતા જ હોઈએ છીએ, એવામાં હાલ અમદાવાદ શહેરની વધુ એક પ્રખ્યાત દુકાન તથા ખોરાક વિશે આજે અમે તમને જણાવાના છીએ, આખા ગુજરાત રાજ્યમાં નાના બાળકોથી લઈને મોટી મોટી ઉંમરના લોકોને પાવ ભાજી તો પસંદ જ આવતી હશે મિત્રો જે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, આથી આજે અમે અમદાવાદ શહેરની એક પ્રખ્યાત પાવભાજીની દુકાન વિશે જણાવાના છીએ.
જ્યાની ભાજી ખાવા માટે લોકોની ભારે ભીડ એકઠી થતી હોય છે, આ દુકાન બીજી કોઈ નહીં પરંતુ અમદાવાદ શહેરની ફેમસ “સાંઈનાથ પાવભાજી અને પુલાવ” છે જ્યા પાવ ભાજી તો સ્વાદિષ્ટ મળી જ રહે છે પરંતુ આ ભાજીમાં પણ અનેક અલગ અલગ વેરાયટી બનાવામાં આવે છે જે ખુબ સ્વાદિષ્ટ હોવાની સાથો સાથ ખુબ જ એકદમ ગરમા ગરમ તથા હાઈજેનીક.
આ ભાજી બનાવની રીત પણ એટલી જોરદાર કે તે જોયા બાદ તમારા પણ મોઢામાં પાણી જ આવી જશે, અહીંની શિયાળામાં સ્પેશ્યલ દૂધ સેવ ભાજી, ગોટાળા ભાજી તથા લસણીયા પાઉં ખુબ પ્રખ્યાત છે અને શિયાળામાં તો આ તમામ વેરાયટી ખુબ ખવાય છે, તો મિત્રો જો તમે અમદાવાદ આવો કે અમદાવાદ જ રહેતા હોવ તો “સાંઈનાથ પાવભાજી અને પુલાવ” સેન્ટરની પાવભાજી જરૂરથી ખાજો, જેનું સરનામું નીચે મુજબ છે.
સરનામું : સાંઈનાથ પાવભાજી અને પુલાવ સેન્ટર, સ્ટોલ નંબર-6, મેલ્ટીંગ ક્લોક કેફે, ત્રાગડ રોડ, ગોતા, અમદાવાદ