અમેરિકા- બર્ફ ના તોફાને મચાવી તબાહી ! લોકો ગાડી માં ભેટે છે મોત ને ત્રણ ભારતીયો એ તળાવ માં ગુમાવ્યો જીવ, જુઓ દ્રશ્યો.
અમેરિકામાં હાલમાં બરફીલા તુફાને તબાહી મચાવી દીધેલ છે. અમેરિકામાં ચાલી રહેલા તુફાનને બોમ્બ સાયકલો નામ આપવામાં આવેલું છે. અમેરિકામાં ચાલી રહેલા બોમ્બ સાયકલોનના કારણે મૃત્યુ આંક 60 ને વટાવી ગયો છે. ન્યૂયોર્ક માં સૌથી વધુ મોત થયાના મામલો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં ન્યુયોર્ક માં 28 લોકોએ જીવ ગુમાવી દીધો છે. અમેરિકાના રસ્તા રોડ પર એટલો બધો બરફ જામી ગયો છે કે લોકો પોતાની ગાડીઓમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
65 લાખ લોકોને ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ છે. પાણીની સુવિધા મળી રહી નથી રોડ રસ્તાઓ ઉપર આઠ ફૂટ જેટલા બરફના થરો જામી ગયેલા છે. વાવાઝોડા ના કારણે અમેરિકાના 50 માંથી 48 રાજ્યો ચપેટમાં આવી ચૂક્યા છે. એક બાજુ બોમ્બ સાયકલોન તબાહી મચાવી રહ્યું છે તો બીજી બાજુ લૂંટારો પોતાના હાથ સાફ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3000 flight રદ કરવામાં આવી છે તો બીજી તરફ 3809 ફ્લાઈટ ટાઈમ ટેબલ કરતા મોડી અથવા વહેલા ચાલી રહી છે.
અમેરિકામાં ચાલી રહેલા બોમ્બ ચક્રવાતને કારણે 26 ડિસેમ્બરના રોજ ત્રણ ભારતીય લોકો નારાયણ મુદનના, ગોકુલ મેડીસેથી અને હરિતા મુદનના કે જેવો અમેરિકાના વુડ કેનનમાં આવેલા તળાવમાં ફરવા ગયા હતા. બરફનું પડ તૂટી જવાને કારણે તે લોકો તળાવમાં પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા. મુખ્ય રોડ રસ્તાઓ પર બર્ફ હટાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. કર્મચારીઓ ડ્યુટી કરતા પણ થરથરી ઉઠે છે.
સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. હિમવર્ષામાં લોકો ઘરો માંથી બહાર નીકળી શકતા નથી. લૂંટારો લૂંટ કરી રહ્યા છે પોલીસ તેને પકડી રહી છે. લોકો પોતાના પરિવાર જનને ગુમાવી રહ્યા છે. જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં સૌથી દુઃખદ આ બરફીલું તોફાન રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ઇમર્જન્સી મદદની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ એ કરી છે. તેને કહ્યું કે હું તે લોકોને સાથે છું કે જેને પોતાના પ્રિયજનોને બરફીલા તુફાનમાં ગુમાવવાનો વારો આવ્યો છે. તે લોકોને તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!