મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વમાં વસ્તા લોકો દ્વારા હિન્દી ફિલ્મો અને હીન્દી કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. જોકે બોલીવુડ માં આવવું અને ટકી રહેવું તથા લોકોમાં પોતાની ઓળખ બનાવવી કોઈ સહેલી બાબત નથી. બોલીવુડ માં સફળતા ના શિખરો સુધી પહોચવા માટે દરેક કલાકારે ઘણી મહેનત કરવી પડે છે.
આપણે આવે પણ કલાકારો જોયા છે કે જેઓ એક કે બે ફિલ્મો માં જોયા બાદ અંધકાર માં ખોવાઈ જાય છે અને લોકો તેમને ઓળખાતા પણ નથી. જયારે અમુક એવા પણ કલાકારો હોઈ છે. જેઓ વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કરે છે. આપણે અહીં એક આવાજ કલાકાર વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ અમિતાભ બચ્ચન ને જાણીએ છિએ તેઓ ઘણા વર્ષોથી બોલીવુડ અને ફેન્સના દિલ પર રાજ કરે છે જોકે તેઓ એક્ટિંગ માં તો માહિર છે જ સાથો સાથ એક સારા રોકાણકાર પણ છે તેઓ ઘણી અલગ અલગ મિલકત માં પોતાના નાણાં રોકે છે. હાલમાં આવા જ એક બનાવ ને લઈને અમિતાભ બચ્ચન ચર્ચામાં છે.
મિત્રો જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચને પોતાનું દક્ષિણ દિલ્હીમાં આવેલું પોતાનું પહેલું ઘર કે જે ગુલમહોર પાર્ક પાસે આવેલ છે તે ઘર ‘સોપાન’ ને વેચી દીધું છે. જણાવી દઈએ કે આ ઘરમાં અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન અને તેમની માતા તેજી બચ્ચન રહેતા હતા. આ એજ ઘર છે કે જ્યાં અમિતાભ બચ્ચને પોતાનું બાળપણ વીત્યું હતું.
જણાવી દઈએ કે આ ઘર અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચન ના નામે હતું કે જેઓ ફ્રીલાન્સ પત્રકાર હતા જે ગુલમોહર પાર્ક હાઉસિંગ સોસાયટીનો ભાગ હતા અને ત્યાંથી કામ કરતા હતા. હાલમાં અમિતાભ બચ્ચનને આ ઘર 23 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. જણાવી દઈએ કે સોપાન 418 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જો કે જણાવી દઈએ કે એક અહેવાલ માં જણાવ્યા અનુસાર અવની બદર ગુલમહોર પાર્કની આ ઇમારતને તોડીને તેમની જરૂરિયાતો અનુસાર તેને ફરીથી બનાવવાની યોજના બનાવી રહી છે.
જો વાત આ ઘર ખરીદનાર વ્યક્તિ વિશે કરીએ તો આ ઘરને અવની બદર કે જેઓ નેજોન ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ છે. જો વાત અવની બદર અને બચ્ચન પરિવાર ના સંબંધો વિશે કરીએ તો તેઓ એક બીજા ને 35 વર્ષથી વધુ સમયથી ઓળખે છે.
જો કે હવે બચ્ચન પરિવાર મુંબઈ માં રહે છે જેથી દિલ્હીમાં આવેલા આ ઘરની સાંભાળ ન લઇ શકવાને કારણે તેમણે આ ઘર વેચી દીધું છે. આ ઉપરાંત હાલમાં બચ્ચન પરિવાર પાસે મુંબઈમાં પાંચ બંગલા છે આ બંગલાઓ માં જલસા, પ્રતિક્ષા, જનક, વત્સ નો સમાવેશ થાય છે