કોના માટે રેખા માથા પર લગાવે છે સિંદૂર, એક વખતતો જયા બચ્ચન પણ થઈ હેરાન કે અમિતાભ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગતને લોકો બોલીવુડ તરીકે ઓળખે છે. બોલીવુડ માં આવવું અને પોતાનું નામ કમાવ્વુ એ દરેક એક્ટર ની ઇચ્છા હોઈ છે. જો કે બોલીવુડ માં આવવું અને લોકોમાં પોતાની ઓળખ બનાવ્વી કોઈ સહેલી બાબત નથી.
આ માટે દરેક કલાકારે ઘણી મહેનત કરવી પડે છે આપણે અહીં તેવાં જ બે કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના ચર્ચા આજે પણ થાય છે. મિત્રો બોલીવુડ બહારથી જોવામાં જેટલું સારું અને સરળ બતાઈ છે તે અંદરથી એટલું જ રહસ્યમય છે. બોલીવુડ કલાકારો ને લઈને અનેક એવા કિસ્સાઓ છે કે જેના વિશે કોઈ જાણતું નથી. આપણે અહીં એવાજ એક કિસ્સા વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે અહીં ઘણી જ સુંદર અને બાહોશ અભિનેત્રી રેખાજી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે રેખાજિ ની અદાઓ અને તેમના રૂપ ના થતાં તેમની એક્ટિંગ ના દિવાના આજે પણ છે. જો કે બોલીવુડ અને લોકોના દિલ પર આજ સુધી રાજ કરનાર રેખા નું જીવન કોઈ રહસ્યથી ઓછું નથી.
રેખાજી પોતાની એક્ટિંગ માટે તો ચર્ચામાં રહેતા જ હતા પરંતુ તેમના અંગત જીવનને લઈને પણ ઘણા ચર્ચામાં રહેતા હતા. એક સમયે રેખા અને અમિતાભ બચ્ચન ના પ્રેમ પ્રસંગો ની વાતો પણ કરવામાં આવતી જો કે આજ સુધી એ પણ માહિતી મળી નથી કે રેખા કોના નામનું સિંદૂર માથે લગાવે છે.
મિત્રો આપણે ઘણી વખત રેખા ના માથા પર સિંદૂર જોયું છે પરંતુ બોવ ઓછા લોકો છે કે જે તેમના પતિ વિશે જાણે છે. કોઈ પણ ને રેખા ના પતિ કે તેમના પરિવાર વિશે માહિતી નથી. જો કે એક સમય હતો કે જ્યારે રેખા અને અમિતાભ બચ્ચન ના પ્રેમ અને લગ્નને લઈને અનેક અફવાઓ સામે આવતી હતી.
તેવામાં એક એવો બનાવ પણ બન્યો હતો કે જ્યારે બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્ન હતા આ લગ્નમા દરેક બોલિવૂડ સેલિબ્રિટી આવ્યા હતા. જેમાં અમિતાભ અને રેખા પણ હતા. જો કે એવું કહેવાય છે કે આ દરમિયાન જ્યારે રેખા લગ્નમાં આવ્યા સૌ કોઈ તેમને જોઈને હેરાન થઈ ગયા. તે સમયે રેખા અને અમિતાભના અફેરની ઘણી ચર્ચાઓ થતી હતી તેવામાં રેખા ઋષિ કપૂર ના લગ્નમાં માંગમાં સિંદૂરમા પહોચિ હતી. જો કે આ લગ્નમાં અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર અગાઉથી જ હજાર હતો. રેખાને દુલ્હન ની જેમ તૈયાર થયેલી જોઈ ને જયા બચ્ચન આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
આ ઘટના પણ ઘણી ચર્ચામાં રહી હતી. જો વાત રેખા ના પતિ વિશે કરીએ તો કોઈને રેખાના પતિ કે લગ્ન વિશે ખાસ માહિતી નથી પરંતુ તેમના લગ્નને લઈને એક અફવાએ ઘણું જોર પકડયું હતું કે રેખાએ 1990માં દિલ્હી સ્થિત બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.
જો કે મુકેશ આગ્રવાલ ને લઈને એવું કહેવામાં આવે છે કે તેમના અને રેખાના લગ્નના થોડા મહિનાઓ પછી મુકેશને વ્યવસાયોમાં નુકસાન થયું હતું. જેના કારણે તેઓ અને રેખા ચિંતામા રહેતા હતા. આવા સમયે રેખા દિલ્હીથી મુંબઈ જતી હતી જે મુકેશને પસંદ ન હતી. આ તમામ કારણો ને લઈને રેખા અને મુકેશ વચ્ચે લડાઈ થવા લાગી. જે પછી રેખાએ લગ્નના છ મહિના પછી જ છૂટાછેડા માટે અરજી કરી હતી.