અંબાણી પરિવારમાં નવી વહુની એન્ટ્રી! અનિલ અંબાણી ના પુત્ર અનમોલ અંબાણી ના ભવ્ય લગ્ન ફોટા અને વિડિઓ વાયરલ મુકેશ અંબાણી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના ના આ પવિત્ર સમયમાં અનેક યુગલો એક બીજા સાથે પ્રભુતામાં પગલાં કરશે અને પોતાના નવા જીવન સાથી સાથે આગળના નવા જીવનની શરૂઆત કરશે. તેવામાં હાલમાં જ્યાં દરેક જગ્યાએ માંગલમય સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં દરેક જગ્યાએ લગ્નના ગીતો સંભળાઈ રહ્યા છે હવે આ લગ્નનો રંગ અનેક મોટી હસ્તીઓ ના ઘર સુધી પણ પહોંચી ગયો છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્નના આ સમયમાં અનેક સામાન્ય વ્યક્તિ ની સાથે અનેક કલાકારોએ પણ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે તેવામાં આ યાદીમાં હજુ એક હસ્તી નું નામ જોડાઈ ગયું છે.
જણાવી દઈએ કે દેશ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણી ના પુત્ર અનમોલ અંબાણીએ રવિવારે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે અનમોલ અંબાણી અનિલ અંબાણી અને ટીના અંબાણી ના પુત્ર છે. તેઓ પણ એક બિઝનેસ મેન છે. જણાવી દઈએ કે અનમોલ અંબાણી ના લગ્ન તેમની ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે થયા છે. એવી પણ માહિતી છે કે અનમોલ અને ક્રિશા છેલ્લા ઘણા સમયથી એક બીજા ને ડેટ કરી રહ્યા હતા.
તેવામાં થોડા સમય પહેલા જ અનમોલ અંબાણીએ ક્રિશા શાહ સાથે સગાઇ કરી હતી અને હવે તેમણે ક્રિશા સાથે પોતાના નવા જીવનની શરૂઆત પણ કરી લીધી છે. હાલમાં સોશ્યલ મીડિયા પર અનમોલ અને ક્રિશા ના લગ્નની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે અને લોકો આ ફોટાઓને ઘણા પસંદ પણ કરી રહ્યા છે. જો વાત આ ભવ્ય લગ્ન અંગે કરીએ તો લગ્ન સમયે ક્રિશાએ લાલ રંગના ચણીયા ચોળી પહેર્યા હતા અને સાથો સાથ ઘણા જ ઘરેણાં પણ પહેર્યા હતા.
ત્યારે જો વાત અનમોલ અંગે કરીએ તો તેમને સફેદ રંગના શેરવાની પહેર્યા હતા. જણાવી દઈએ કે તેમના લગ્નના સેલિબ્રેશન ની શરૂઆત સનડાઉનર પાર્ટી સાથે થઇ સૌ પ્રથમ 18 ફેબ્રુઆરીના રોજ મહેંદી સેરેમની અને ત્યાર બાદ ચુડા સેરેમની યોજાય હતી જેને લઈને પણ અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ હલ્દી ની વિધિ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ સમયે ક્રિશાએ ઘણા સાદા ભૂરા રંગના કપડાં પહેર્યા હતા જયારે ક્રિશા ની બહેન નૃતી શાહએ પીળા રંગના કપડાં પહેર્યા હતા. હલ્દી ની વિધિની તસવીરો નૃતીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી હતી. આમ અલગ અલગ સેરેમની ને ઘણી ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરિવાર અને મિત્રો હાજર હતા આ સમયે ક્રિશા અને અનમોલ એકબીજા સાથે ઘણોજ સુંદર ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
જો વાત ક્રિશા શાહ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ lovenotfear નામની મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમપેન ચલાવે છે અને Dyco નામની સંસ્થાના ફાઉન્ડર છે. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે ક્રિશા શાહે સોસીયલ પોલિસી એન્ડ ડેવલોપમેન્ટમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ કાર્ય છે ઉપરાંત યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા થી પોલિટિકલ ઇકોનોમીમાં બેચલર કર્યું છે. જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે નીતા અંબાણી અને તેમનો પુત્ર આકાશ અને પુત્રી ઈશા પણ હાજર હતા.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.