એવુ મને નો આવડે….. સુરત ના ક્યુંટ બાળક નો વધુ એક વિડીઓ થયો વાયરલ…. જુઓ વિડીઓ હસવાનું નહી રોકી શકો
હાલ સોશિયલ મીડિયા નો જમાનો છે ત્યારે કોનો વિડીયો ક્યારે વાયરલ થાય તો નક્કી હોતું નથી ત્યારે છ સાત મહિના પહેલા એક ત્રણ વર્ષના માસુમ બાળક નો વિડીયો વાયરલ થયો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ વીડિયોમાં માસુમ બાળક એવું બોલતા જોવા મળ્યો હતો કે મને ઘરે જ આવડે ટ્યુશનમાં ન આવડે અને આ વીડિયોમાં એના એક્સપ્રેશન કેટલા ક્યુટ હતા કે લોકોએ આ વિડીયો ખુબ શેર કર્યો હતો.
ત્યારે હાલ જ આ ક્યુટ બાળકનો વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્યુટ બાળક પેન્સિલને ખીજાતા જોવા મળી રહ્યો છે જ્યારે આ બાળકની વાત કરીએ તો મીડિયાને અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું કે આ બાળક મૂળ સુરતનો છે. બાળકનું નામ રામ કેવડિયા જાણવા મળ્યું હતું. ચાલો જાણીએ આ બાળક અને તેના પરીવાર વિશે.
જો બાળક ની વાત કરીએ તો બાળક નુ નામ રામ નીરવભાઈ કેવડિયા છે પિતા નીરવભાઈ એ જણાવ્યુ હતુ કે રામ માત્ર 8 મહીના નો હતો ત્યાર થી જ બોલીતા શિખી ગયો હતો. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે
View this post on Instagram
સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.