India

બળાત્કાર ની સજા જાહેર થતા જ આરોપી કોર્ટ માં ઢળી પડ્યો, હોસ્પિટલ માં થયું મૃત્યુ. મોત નું કારણ એવું આવ્યું કે…

Spread the love

ભારત માં નાની વય ની બાળાઓ પર પણ અવારનવાર દુષ્કર્મ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. એવો જ એક કેસ 17 વર્ષ ની છોકરી સાથે બળાત્કાર થવાનો સામે આવ્યો છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, નર્મદાપુરમ માં રહેતી 17 વર્ષ નો છોકરી નું પહેલા અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેની સાથે એક 25 વર્ષ ના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે પરિવારર જનો એ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

યુવક નો કેસ કોર્ટ માં ચાલતો હતો. જાણવા મળ્યું કે, આ કેસ નો છેલ્લો ચુકાદો હતો. ત્યારે કોર્ટ ના જજે આ આરોપી યુવક પર બળાત્કાર નો આરોપ સાબિત થતા તે યુવક ને 20 વર્ષ નો સજા ફરમાવવામાં આવી હતી. સજા સાંભળ્યા બાદ યુવક ને કોર્ટ માંથી લઇ જવામાં આવતો હતો. તે વખતે યુવક અચાનક કોર્ટ માં ઢળી પડ્યો. યુવક ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં યુવક નું મૃત્યુ થઇ ગયું.

24 વર્ષીય યુવાન રાજા કહાર પર બળાત્કાર અને અપહરણ નો કેસ થયેલો હતો. આ સમયે તે જામીન પર બહાર હતો. જયારે તે કેસ છેલ્લી સુનાવણી હતી. ત્યારે તે સજા સાંભળતા જ ઢળી પડ્યો. અને હોસ્પિટલ માં મૃત્યુ પામ્યો હતો. આ મામલો શુક્રવારે બન્યો હતો. વધુ માહિતી એવી બહાર આવી હતી કે તેને જયારે જેલ માં લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે તેણે ઝેર ખાઈ લીધું હતું.

ઝેર ની અસર ને કારણે તે કોર્ટ માં જ ઢળી પડ્યો. અને ત્યારબાદ હોસ્પિટલ માં મૃત્યુ પામ્યો હતો. આ મામલો બનતા યુવક ના પરિવાર ના લોકો એ સવાલ ઉભા કરતા કહ્યું કે, યુવક પાસે ઝેર ક્યાંથી આવ્યું. આમ યુવકે કોર્ટ ની સજા ભોગવાનું શરુ કરે તે પહેલા તેણે જાતે જ પોતાને મૃત્યુ ની સજા આપી દીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *