અસિત મોદી એ દયાબહેન નું પાત્ર ભજવનાર ‘ દિશા વાકાણી ‘ ને લઇ ને કર્યો મોટો ખુલાસો ! એવું કહ્યું કે…
ભારત ના ઘરો માં પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ભારતીયો લોકો માં ખુબ જ પ્રિય ટીવી સિરિયલ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં આવતા કલાકારો પોતાના અભિનય થી લોકો ને ખુબ જ મોરંજન કરે છે. લોકો આ ટીવી સિરિયલ જોઈ ને પેટ પકડી ને હસવા લાગે છે. એવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ઘણા બધા જુના કલાકરો શો માંથી એક્ઝિટ લઇ રહ્યા છે.
થોડા સમય પહેલા જ ટીવી સિરિયલ માંથી મહેતા સાહેબે એક્ઝિટ લઇ લીધી હતી. પરંતુ થોડા સમય થી સિરિયલ માં બતાવામાં આવી રહ્યું હતું કે, દયાબહેન નું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ફરી પાછા શો માં ફરી શકે છે. પરંતુ ત્યારબાદ શો ના પ્રોડ્યૂસર અસિત મોદી એ જણાવ્યું કે, દિશા વાકાણી નું શો માં આવવું હવે મુશ્કિલ લાગી રહ્યું છે.
અસિતભાઈ મોદી એ જણાવ્યું કે, દિશા વાકાણી ના લગ્ન બાદ લાગતું હતું કે, તે શો માં પાછા આવી શકે છે. પરંતુ, ત્યારબાદ તેના બાળક નો જન્મ થતા હવે દિશા વાકાણી નું શો માં આવવું મુશ્કિલ છે. અસિત મોદી એ જણાવ્યું કે, દિશા વાકાણી ના સ્થાને નવા દયાબહેન જરૂર થી શો માં જોવા મળશે. આના માટે ઓડિશન પણ ચાલી રહ્યા છે.
આમ હવે દિશા વાકાણી શો માં ક્યારેય પાછા ફરવા ના નથી. હવે જોવાનું રહ્યું કે, નવા દયાબહેન તરીકે ક્યાં અભિનેત્રી શો માં આવી શકે છે. શો માંથી એકપછી એક જુના કલાકારો બહાર નીકળતા રહે છે. અને નવા કલાકારો અભિનય કરતા જોવા મળે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ ને ટૂંક જ સમય માં 14 વર્ષ પુરા થવા જય રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.