શરૂ લગ્નમાં દુલ્હને અંગુઠા છાપ વરરાજા સાથે લગ્ન કરવાની ના પડી દેતા વરરાજાના થયા એવા હાલ કે…જુઓ વિડીયોમાં
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર લગ્ન ના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. લગ્નના વિડીયો લોકોને ખૂબ જ મનોરંજન પુરૂ પાડતા હોય છે. આપણા સમાજમાં કેટલાક યુવાનો એવા હોય છે કે જે ભણી ગણીને મોટી નોકરીઓ કરતા હોય છે. પરંતુ અનેક યુવાનો અને યુવતીઓ એવી હોય છે કે જેને ભણવામાં કોઈ રસ હોતો નથી અને જ્યારે તેના લગ્નની વાત કરવામાં આવે ત્યારે બંનેની જોડીઓનો મેળ કોઈ બેસતો હોતો નથી.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વીડિયોમાં જોવા મળે છે તેમ એક વરરાજા કન્યાને પરણવા માટે આવે છે અને ધૂમધામથી પોતાના પરિવાર, મિત્રો સાથે કન્યા ને લેવા માટે આવ્યા હોય છે અને લગ્નના સ્ટેજ ઉપર બંનેને જય માળા પહેરાવવાનો કાર્યક્રમ પણ પૂરો થઈ ગયો હોય છે એવામાં કન્યા અચાનક લગ્ન કરવાની ના પાડે છે.
જે બાદ કોઈએ તેને પૂછ્યું કે શા માટે લગ્ન કરવા નથી. તો કન્યાએ જવાબ આપ્યો કે કન્યા પોતે બી એડ કરેલ છે અને જ્યારે તેનો પતિ અંગૂઠા છાપ છે. આથી કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી અને કન્યાએ કહ્યું કે તેના પિતાએ આ યુવક સાથે જબરદસ્તીથી લગ્ન કરાવવા માંગતા હતા આથી તેને હા પાડી હતી. આમ આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો એ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આમ આ વિડીયો જોતા આપણને ખ્યાલ આવે છે કે આપણા જીવનમાં અભ્યાસ કરવાનું મહત્વ કેટલું હોય છે. બીજી તરફ કેટલાક યુઝર્સ એવા છે જેમણે આ વીડિયોને ફેક અને સ્ક્રિપ્ટેડ વીડિયો ગણાવ્યો છે. વેલ, તે ગમે તે હોય, આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સને જોરદાર એન્ટરટેઈન કરી રહ્યો છે. વીડિયો માં જોઈ શકાય છે તેમ જ્યારે દુલ્હન લગ્ન કરવાની ના પાડે છે ત્યારે વરરાજા પણ થોડી મિનિટો માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!