કાકી ની લાશ ના 8-ટુકડા કરી ગંગા માં કર્યું સ્નાન ! મિત્ર ને આપ્યું ગંગાજળ લાશ ના નિકાલ કરતા સમયે એવું બન્યું કે,
દિલ્હીમાં થોડા દિવસો પહેલા શ્રદ્ધા મર્ડર કેસ સામે આવ્યો હતો. જેમાં આરોપીએ તેની પ્રેમિકાના લાશના 35 જેટલા ટુકડાઓ કરી દીધા હતા અને ત્યાર બાદ જંગલોમાં ટુકડાઓ ફેકતો હતો .એવી જ ઘટના જયપુરમાં બની છે. જેમાં અનુજ શર્મા નામના યુવાને પોતાની કાકી સરોજની હત્યા કરી તેની લાશના આઠ ટુકડાઓ કર્યા હતા અને બદનામીના ડરથી તેણે લાશના ટુકડાઓને પોતાના ઘરના બાથરૂમમાં મૂકી રાખ્યા હતા.
જાણવા મળ્યું કે અનુજ નામનો વ્યક્તિ કે જેની ઉંમર ૩૨ વર્ષ છે. તેણે બીટેકનો અભ્યાસ કરેલો છે. પોતે હરેકૃષ્ણ ચળવળ સાથે જોડાયેલો હતો. જાણવા મળ્યું કે તેના કાકી સરોજ કે જેમની ઉંમર 65 વર્ષ હતી. જેવો ગાંધી મેડિકલ કોલેજમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. કાકી વારંવાર કહેતા હતા કે હજુ તે પાંચથી છ વર્ષ આરામથી જીવશે. અનુજ શર્માએ પોતાની કાકીનની હત્યા કરી લાશના આઠ ટુકડાઓ કરી પોતાના ઘરમાં બાથરૂમમાં રાખ્યા.
ત્યારબાદ તે 13 ડિસેમ્બરના રોજ હરિદ્વાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે પતંજલિ સંસ્થા અને હરિદ્વારમાં પેટના દુખાવાની સારવાર કરાવી. ત્યારબાદ ગંગામાં સ્નાન કર્યું અને ગંગાજળ લીધું. ગાઝીયાબાદમાં એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા એક ભક્તોને ઘરે જઈને ગંગાજળ પણ આપ્યું અને દિલ્હીમાં સંકીર્તન કર્યું હતું. એક દિવસ માસીના ઘરે રોકાયો હતો.
ત્યારબાદ બે ડિસેમ્બરના રોજ આધ્યાત્મિક સમૂહ સાથે જોડાયેલા લોકો તેને ઘરે મળવા આવ્યા હતા ત્યારે પણ અનુજ ના મોઢા ઉપર કોઈપણ જાતનો હત્યાનો ભાવ હતો નહીં. તે સામાન્ય લોકોની જેમ જ વાતો કરતો હતો. તેના ચહેરા ઉપર ગભરાટ નો કોઈપણ ભાવ જોવા મળતો ન હતો. તેને પોલીસ સમક્ષ અને મીડિયા સમક્ષ કહ્યું કે તેને તેના કાકીની હત્યા કર્યા બાદ તે ખૂબ જ રડ્યો હતો અને ત્યારબાદ તેને પોતાના પરિવારના બદનામીના ડરથી આ આખી ઘટનાને છુપાવી રાખી હતી.
અને તે લાશ નિકાલની તૈયારી કરી રહ્યો હતો. તે જ્યારે લાશ નો નિકાલ કરી રહ્યો હતો ત્યારે રસોડા ની દીવાલ પર લોહીના ડાઘા હતા તે અવારનવાર લોહીના ડાઘા સાફ કરતો હતો. ત્યારે જ તેના પિતરાઈ બહેને તેને જોઈ લીધો હતો અને ત્યારથી તેના ઉપર શંકા જઈ રહી હતી. ત્યારબાદ પિતરાઈ ભાઈ પર શંકા જતાં બહેનોએ પોલીસ ને વિગતે વાત કરી હતી અને ત્યારબાદ પોલીસે કડકથી તપાસ કરતા આખરે અનુજ ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!