Categories
Gujarat

બુધવારે 20 થી 25 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે હળવા ઝાપટાની પણ શક્યતા:હવામાન વિભાગ

હાલમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે મંગળવારથી  અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમા વાતાવરણમા પરિવર્તન આવવાની શક્યતા છે.મંગળવારે એટલે કે 20 એપ્રિલના રોજ અમદાવાદ સહિતના અનેક શહેરોમા વાદળીયા વાતાવરણની વચ્ચે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેમજ ગરમીનો પારો 2 ડિગ્રી ગગડવાની શક્યતા છે.આ વાતાવરણ પલટાની શક્યતા અમદાવાદમા વધારે છે.જ્યારે ગુજરાતના સરહદિય વિસ્તારોમા છૂટાચવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવમા આવ્યુ છે.

મંગળવારથી ગુરુવાર દરમિયાન અમદાવદના વાતાવરણમા પલટો આવશે.જ્યારે સોમવારે અમદાવાદનુ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયુ હતુ,જ્યારે 20 એપ્રિલે વાદળીયા વાતાવરણની વચ્ચે ધૂળની ડમરી સાથે20 થી 25 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે કેટલાક વિસ્તારોમા હળવા ઝાપટાની પણ શક્યતા છે. સોમવારે 18 એપ્રિલના રોજ અમદાવાદ સહિતના રાજ્યના 5 શહેરોમા ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.વાતાવરણમા પલટાને લીધે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમા માવઠુ થવાની શક્યતા છે.

Categories
Gujarat

દુર્ઘટના : 17 વર્ષીય ભત્રીજીનુ કાકાની નજર સામે મોત,સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા ભત્રીજીનુ મોત

‍કાકા મોજામાં ડુબકી મારી બહાર આવી જતા બચી ગયા. રામપુરાનો સોલંકી પરીવાર દરિયાઈ ગણેશ બીચ પર સાંજે ફરવા ગયો હતો ત્યારે બનેલ ઘટના  રામપુરાનો સોલંકી પરીવાર ડુમસ ફરવા ગયો હતો ત્યારે તે પરિવારના કાકા-ભત્રીજી દરિયામાં નાવા પડ્યા બાદ દરિયામાં એકા-એક મોટુ મોજુ આવતા કાકાની નજર સામે જ ભત્રીજી તણાઈ ગઈ હતી જેમા કાકા બચી ગયા હતા પરંતુ પોતાની નજર સામે પોતાની ભત્રીજીને દરિયો ગળી ગયો હતો.શોધખોળ બાદ ભત્રીજી મળતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી,પરંતુ ફરજ પરના હાજર તબીબે તેને મ્રુત જાહેર કરી હતી.રામપુરા ગાર્ડન ફેક્ટરી 44 ચાલમા રહેલા મ્રુત યુવતીના પિતા મહેશ સોલંકી હિરના કારખાનામા સફાઈનુ કામ કરે છે.તેમની 17 વર્ષીય રોશની નામની પુત્રી 11મા ધોરણમા અભ્યાસ કરતી હતી.

મોટુ મોજુ આવતા રોશનીને દરિયામા પોતાની સાથે ખેંચી ગયુ: મહેશ તેમના ભાઈ જિજ્ઞેશ અને પરિવાર સાથે રવીવારે બપોરે ડુમસ ગણેશ બીચ પર ફરવા ગયા હતા ત્યારે 4 વાગ્યે મહેશની દિકરી રોશની અને તેના કાકા જિજ્ઞેશ બન્ને સાથે દરિયામા નહાવા ગયા હતા .ત્યારે અચાનક દરિયામા મોટુ મોજુ આવતા કાકા ભત્રીજી બન્ને દરિયામાં તણાયા હતા પરંતુ જિજ્ઞેશ મોજામા ડુબકી મારીને બહાર દરિયા કિનારે આવી જતા બચી ગયો હતો પરંતુ રોશની બહાર આવી શકી નહોતી.

હોસ્પિટલ પર તપાસ બાદ તબીબે મ્રુત જાહેર કરી: જ્યારે જિજ્ઞેશની નજર સામે જ તેનિ ભત્રીજી દરિયામા તણાવા લાગી ત્યારે જિજ્ઞેશ જોરજોરથી બુમાબુમ કરવા લાગ્યો જેથી ત્યાના સ્થાનીક લોકો તત્કાલ ત્યા દોડી આવ્યા હતા અને રોશનીની શોધખોળ શરૂ કરી 20 મીનીટની શોધખોળ બાદ રોશની મળતા તેને તાત્કાલિક તેને કારમા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવી હતી જ્યાના તબીબે તેને મ્રુત જાહેર કરી હતી. દરિયાએ એક માસુમ બાળકીનો શિકાર કર્યો.ડુમસ પોલીસે હોસ્પિટલે પહોચી જઈ તપાસ હાથ ધરી હતી.જેમા પોલીસે અકસ્માત મોતની નોંધ લીધી હતી