ગંભીર આરોપો ને કારણે બબીતા (મુનમુન દત્તા) ની ધરપકડ જાણો કારણ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના આ ટેન્શન અને કામના સમયમાં લોકો જ્યારે પણ પોતાના રોજીંદા કામથી કંટાળી જાય છે ત્યારે મનોરંજન મેળવવે છે તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે દેશમાં ટેલીવિઝન મનોરંજન મેળવવા માટે સૌથી મહત્વનું સાધન બની ગયું છે. ટેલીવિઝન પર પ્રસારીત થતાં શો પૈકી અમુક શો લોકોના રોજ બ્ રોજ ના જીવનના અભિન્ન અંગ બની ગયા છે.
ટેલીવિઝન પર આવતા શો પૈકી અમુક શો જોયા વિના લોકો નો દિવસ પૂરો થતો નથી. તેવો જ એક શો ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” છે. આપણે સૌ જાણીએ છિએ કે આ શો છેલ્લા ઘણા સમયથી લોકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી રહ્યો છે આ શો અને તેમના કલાકારો ના ફેન્સ આખા વિશ્વમાં છે.
પરંતુ હાલમાં આ શો ના એક કલાકાર પર મુસિબત નો પહાડ આવી પડ્યો છે શો માં ગ્લેમરસ ગર્લ તરીકે ઓળખાતી બબીતા જી એટલે કે મુનમુન દત્તા પોતાના લુક અને એક્ટિંગને કારણે ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. પરંતુ હાલમાં મુનમુન દત્તા પર આફત આવી પડી છે. હાલમાં જ પોલીસે મુન મુન દત્તા ને ગિરફ્તાર કરી છે અને તેમના પર ગંભીર આરોપો લાગ્યા છે.
જણાવી દઈએ કે પોલીસ દ્વારા તેમના પર sc – st એક્ટ હેઠળ ફરિયાદી નોંધવામાં આવી છે જો વાત આ ફરિયાદ ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે આગલા વર્ષે 9 જાન્યુઆરીના રોજ મુન મુન દત્તાએ યૂટ્યૂબ પર એક વિડિઓ મુકયો હતો. જે વીડિયોમાં તેમણે અનુસૂચિત જાતિ વિરુદ્ધ અશોભનીય વાત કરી હોવાની ફરિયાદ થતાં મુન મુન દત્તા પર ગુનોહ નોંધાયો છે.
જો કે આ બાદ ફરિયાદથી બચવા માટે મુનમુન દત્તાએ સુપ્રીમ કોર્ટને કેસ રદ કરવા માટે અરજી કરી હતી પરંતુ તે અરજીનો સ્વીકારવામાં આવી નહિ જે બાદ તેમણે sc st એક્ટ હેઠળ સ્થપાયેલ વિશિષ્ટ અદલાત માં પણ અરજી કરી જેને પણ માન્ય ન રાખતા અંતે મુનમુન દત્તા મદદ માટે પંજાબ હરિયાણા હાઇકોર્ટ માં અરજી કરી જે બાદ તેમને 4 ફેબ્રુઆરીના રોજ હાન્સીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવા આદેશ કરાયો હતો.
જે બાદ મુન મુન દત્તા ની ઔપચારિક ગિરફ્તારી કરવામાં આવી અને તેમને તપાસ માટે અધિકારી ડીએસપી વિનોદ શંકર પાસે હાજર કરવામાં આવ્યા હતા અહીં આશરે સાડાત્રણ કલાકની પૂછપરછ બાદ તેને વચગાળાના જામીન મુન મુન દત્તા ને આપવામાં આવી હતી.
જો વાત મુન મુન દત્તા પર કેશ કરનાર વ્યક્તિ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વ્યક્તિ નું નામ રજન કલ્સ છે કે જેઓ હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા છે તેમણે જ મુનમુન દત્તા વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ 13 મે 2021ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ પહેલા પણ રજન કલ્સ ક્રિકેટર યુવરાજ સિંહ, અભિનેત્રી યુવિકા ચૌધરી સામે પણ કેસ દાખલ કરી ચૂક્યો છે.