એક સમયે બેન્ક માં નોકરી કરીને 4000 કમાતો બાઘો આજે એક એપિસોડ ના લે છે એટલા રૂપિયા કે જાણી ને રહી જશે દંગ, જાણો વિગતે.
14 વર્ષથી ભારત દેશવાસીઓનું મનોરંજન કરી રહેલી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સિરિયલમાં આવતા કલાકારો લોકોને ખૂબ જ પ્રિય છે. પરંતુ જૂના કલાકારો કેટલાક સો ને અલવિદા કહી દીધું છે અને તેના સ્થાને નવા કલાકારો આવી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવતું અદભુત પાત્ર એટલે બાઘા નું પાત્ર.
બાઘો જેઠાલાલની દુકાનમાં કર્મચારી તરીકેનું કામ કરે છે. આજે અમે તમને બાઘા વિશે થોડી માહિતી આપીશું કે શો માં આવતા પહેલા તે શું કામ કરતો હતો અને મહિને કેટલા રૂપિયા કમાતો હતો. બાઘા નું સાચું નામ તન્મય વેકરીયા છે. તેના પિતા અરવિંદ વેકરીયા પણ ગુજરાતી સિનેમામાં બહુ જાણીતા એક્ટર હતા. જેના કારણે બાઘા ને પણ એક્ટિંગમાં આગળ વધવાનું વિચાર્યું હતું. જ્યારે બાઘો આ ફિલ્ડ સાથે સંકળાયેલો ન હતો એ સમયે તે બેંકમાં નોકરી કરતો હતો.
તે માર્કેટિંગ ફિલ્ડ માં હતો મીડિયા રિપોર્ટ અનુસાર એ સમયે બાઘાને માત્ર બેંકમાંથી ચાર હજાર રૂપિયાનો પગાર જ મળતો હતો. પરંતુ આજે બાઘા ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી એક એપિસોડના 22,000 રૂપિયા ચૂકવવામાં આવે છે અને મહિનામાં તે આવા અનેક એપિસોડો કરતા તે મહિનાના લાખો રૂપિયા કમાઈ લે છે. નાની એવી વાતમાં પણ તેના પાત્રમાંથી લોકોને મનોરંજન મળતું હોય છે.
taarak mehta ka ooltah chashmah માં લગભગ થતા દરેક કાર્યક્રમ મા તે હાજર રહેતો હોય છે. લોકોને આ પાત્ર ખૂબ જ પસંદ આવે છે. શો માં બાઘો અનેક પાત્રો ભજવી ચુક્યો છે પરંતુ તેને સાચી ઓળખ બાઘા ના પાત્રથી મળી હતી. હાલ માં જ આ શો માં બાવરી ના પાત્ર માટે નવા કેરેક્ટર ની એન્ટ્રી કરવામાં આવેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!