મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક વ્યક્તિની જો કોઈ સાચી સંપત્તિ છે તોતે તેમનું નિરોગી શરીર છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું કેટલું જરૂરી છે. એક બાજુ જ્યાં અલગ અલગ અને ગંભીર રોગ આપણા જીવનમાં આવી રહ્યા છે તેવામાં બીજી બાજુ લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટતા લોકોમાં અનેક રોગ જોવા મળે છે. તેમાં પણ જ્યારથી કોરોનાએ દસ્તક દીધી છે ત્યારથી લોકો પોતાના હેલ્થ ને લઇને ઘણા સભાન થયા છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે તેમને સરખી રીતે જમવાનો પણ સમય રહેતો નથી તેવામાં પોતાના શરીર માટે કસરત કે અન્ય બાબત માટે ક્યાંથી સમય રહે ? જો કે આપણે અહીં એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવન માત્રથી શરીર ને અનેક ફાયદા થાય છે. અને તમારે તંદુરસ્ત શરીર મેળવવા માટે કડવી દવા નહિ પરંતુ મીઠા ફળ મદદ કરશે.
આપણે સૌ જાણીએ છીએ કે ફળ એ સાચા અર્થમાં માનવીના મિત્રો છે કારણકે તે સ્વાદમાં તો મીઠા છેજ સાથો સાથ તેમાં અનેક ગુણકારી પદાર્થ પણ છે કે જેના કારણે શરીરને ફાયદા થાય આપણે અહીં કેળાના સેવન વિશે વાત કરવાની છે. જો વાત કેળામાં રહેલા પોષક તત્વો અંગે કરીએ તો તેમાં વિટામિન એ, બી, સી ઉપરાંત વિટામિન બી6 પણ જોવા મળે છે. સાથો સાથ મેગ્નેશિયમ, પોટેશ્યમ અને થાયમીન, રાઇબોફલેવિન જેવા અનેક પોષક તત્વો હોઈ છે.
જો વાત કેળાના સેવનથી શરીરને થતા ફાયદા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર લોહી ની મદદથી જ ચાલે છે, તેવામાં શરીર ને તંદુરસ્ત રાખવા માટે અને તાકાત વધારવા માટે શરીરમાં લોહીનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે. શરીરમાં લોહીના પ્રમાણને જાળવવામાં અને વધારવામાં કેળું મદદરૂપ છે. માટે જ દરરોજ કેળા અને દૂધ નું સેવન શરીર માટે ઉપયોગી છે.
જણાવી દઈએ કે કેળામાં અનેક પોષક તત્વો હોઈ છે, માટે તેનું સેવન અનેક રીતે શરીર માટે ફાયદા કારક છે. તે શરીર માં તાકાત અને ઉર્જા વધારવાનું કામ કરે છે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોને પોતાના કામ અને અન્ય બાબતને લઈને ઘણો તણાવ હોઈ છે, આ તમામ બાબત માં પણ તણાવ દૂર કરવા માટે કેળું ફાયદા કારક છે.
આ ઉપરાંત કેળું મહિલા માટે પણ ફાયદા કારક છે, આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ ને દર મહિને માસિક સ્ત્રાવનો સામનો કરવો પડે છે. તેવામાં આ સમયે થતા દુખાવા અને ચીડિયા સ્વભાવમાં પણ કેળું મદદ કરે છે અને દુઃખાવો ઓછો કરીને મૂડ સારો રાખે છે. ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે કેળામાં અનેક પોસ્ટક તત્વ હોઈ છે કે જે શરીર માં લોહીના પ્રમાણને વધારવામાં મદદરૂપ થાય છે. જેના કારણે એનિમિયા એટલે કે લોહીની ઉણપ ના રોગથી પીડાતા લોકો માટે કેળું વરદાન સ્વરૂપ છે.