ભાવનગર- નરાધમો ના ત્રાસ થી સગીર યુવતી એ આખરે મોત ને કર્યું વ્હાલું ! ઘટના જાણી ધ્રુજી ઉઠશે.
આપણા ગુજરાતમાંથી હત્યા ના અનેક કિસ્સાઓ રોજબરોજ સામે આવતા રહે છે. થોડા સમય પહેલા સુરત શહેરમાંથી એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ નામના નરાધમે ગ્રીષ્મા વેકરીયા નું ગળું કાપી નાખ્યું હતું. આવા છોકરીઓને હેરાન કરવાના અનેક કિસ્સાઓ ગુજરાતમાં બનવા હવે સામાન્ય થઈ ચૂક્યા છે. જાણે કે ખાખી વર્દીનો ડર ગુજરાતના ગુનેગારોમાં રહ્યો ના હોય તેમ એક પછી એક ગુનાઓ કરી રહ્યા છે.
ફરી એક એવો કિસ્સો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં 16 વર્ષની સગીર દીકરી એ અમુક લુખ્ખા તત્વોના ત્રાસથી ઝેરી દવા પીને ટાંકામાં કૂદી પડી હતી. વધુ વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં રહેતી હિમાંશી જસાણી નામની દીકરીએ લુખ્ખા તત્વોના ત્રાસથી ઝેરીદવા ગટગટાવી અને ત્યારબાદ ટાંકામાં કૂદી પડી હતી. જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા.
પાટીદાર સમાજની દીકરી હોય પાટીદાર આગેવાનોએ આ બાબતની જાણ છેક મુખ્યમંત્રી સુધી કરી અને પોલીસ પણ દોડતી થઈ ચૂકી હતી અને ત્રણેય યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. જેમાં વિપુલ જોટાણા ઉર્ફે બીગ બી સિહોર, મહેશ જોટાણા મોટા સુરકા અને એક 16 વર્ષના સગીરની ધરપકડ કરવામાં આવેલી છે.
જેમાં વિપુલ ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે સંકળાયેલો છે. મહેશ ડ્રાઇવિંગ નું કામ કરે છે. જ્યારે વિપુલ તે મુખ્ય આરોપી છે. સગીરના આત્મહત્યાના પગલાં બાદ ત્રણેય આરોપીઓ નાસી ચૂક્યા હતા પરંતુ પોલીસને મળેલ બાતમી ના આધારે દસ દિવસ બાદ ભાવનગર શહેરના વરતેજ નજીક આવેલી રંગોલી હોટલ પાસેથી ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા અને તમામ પાસેથી મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું કે આ ત્રણેય લોકો ગામમાં રહેતી યુવતીઓને વારંવાર હેરાન કરતા હતા. આખી ઘટના સામે આવી હતી મૃતક યુવતી ની બહેનપણીઓ જ ફરિયાદી બની અને તેને ફરિયાદ નોંધાવી હતી. આમ ગુજરાતમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા લોકોના પગની નીચેથી જમીન સરકી જતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!