યુક્રેનમા ફસાયા ભાવનગર ના 26 વિદ્યાર્થીઓ દલાલ ની આપી આટલી મોટી રકમ કે જેથી તેમને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જે રીતે છેલલા થોડા સમયથી વિશ્વમા શાંતિ નો ભંગ થયો છે અને યુક્રેન રશિયા વચ્ચે જે રીતે ભીષણ લડાઈ ચાલી રહી છે તેના કારણે દરેક લોકોમાં ખોફ નો માહોલ છે આ યુદ્ધ ના કારણે અમુક બુદ્ધિ જિવિઓ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પણ માની રહ્યા છે.
હાલમાં વિશ્વના અનેક દેશ યુદ્ધ ને શાંત કરાવવા માં લાગેલા છે જે પૈકી એક ભારત પણ છે આજે સૌ કોઈ ભારત ને યુક્રેન રશિયા ના યુદ્ધમાં હસ્તક્ષેપ કરી યુદ્ધ રોકવા માં મદદ કરવા માટે વિશ્વ નેતા નરેન્દ્ર મોદી ને અપીલ કરી રહ્યા છે કારણકે લોકો નું માનવું છે કે વિશ્વ નેતા તરીકે પુતિન નરેન્દ્ર મોદી ની વાત માનસે અને યુદ્ધ રોકી દેશે. જો કે આ યુદ્ધ ની માઠી અસર સામાન્ય પ્રજા પર થઈ રહી છે લોકો પાસે પૈસા ની ભારે અછત જોવા મળી રહી છે અને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પણ નથી મળી રહી તેવામાં ગુજરાત ના પણ અનેક વિધ્યાર્થીઓ યુક્રેન માં ફસાયેલા છે અને મદદ ની રાહ જોઈ રહ્યા છે.
જો કે જણાવી દઈએ કે શા માટે લોકો યુક્રેન જઇ ને એમબિબિએસ ની ડિગ્રી લે છે કારણકે ભારત માં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ટકાવારી ના આધારે વિધ્યાર્થીઓ ને એડમીશન આપવામાં આવે છે પરંતુ યુક્રેન માં એવું નથિ અહીં તમે દલાલ ને પૈસા આપીને આસાનીથી એમબિબિએસ્ ની ડિગ્રી મેળવી શકો છો જો કે જણાવી દઈએ કે યુક્રેન ની મોટા ભાગની મેડિકલ કોલેજની ડિગ્રી ભારત સરકાર કે ગુજરાત સરકાર દ્વારા માન્ય ગણાતી નથી. આમ છતાં આપણે ત્યાંથી વિદ્યાર્થીઓ યુક્રેન એમબીબીએસની ડીગ્રી માટે જાય છે.
આ માટે વચેટીયાને 10 ટકાનું કમિશન મળે છે. વિદ્યાર્થીને સૌ પ્રથમ તો રૂ.25 હજાર નોંધણી ફીના ચૂકવવા પડે છે જે પાછા મળવાપાત્ર હોતા નથી. બાદમાં રૂા.10 લાખ ભરે તો વચેટીયાને 10 ટકા લેખે રૂા.1 લાખ તેમજ ચાર વર્ષે ફીના જો રૂા.25 લાખ ભરે તો વચેટીયાને રૂા.2.5 લાખ મળવાપાત્ર હોય છે. આ ફીમાં યુક્રેનમાં થોડી વધઘટ.
હાલમાં ભાવનગર માં રહેતા વાલીઓ પોતાના બાળકો ને લઈને ઘણા પરેશાન છે જણાવી દઈએ કે યુક્રેનના ચર્નિવિત્સિ શહેરમાં બુકોવેનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભાવનગરના 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી ભાવનગરની પ્રાપ્તિ કામદારે જણાવ્યું હતું કે ભાવનગરના 26 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. 10મી ફેબ્રુઆરી સુધી તમામ કોલેજ ચાલુ હતી અને જે હવે ઓનલાઇન કરવામાં આવી છે. તેમને પોતાના શહેર અંગે જનાવ્યુ કે તેઓ જ્યા રહે છે ત્યાં માર્શલ લો લાગુ પડી ગયો છે તેના કારણે બહાર આવવા જવામાં તકલીફ છે તથા તમામ ચીજવસ્તુઓના ભાવ માં ઘણો વધારો થઇ ગયો છે ઉપરાંત પાણીની પણ અછત છે. થોડા સમયમાં વીજળી પણ ચાલી જવાની સંભાવના છે જેના કારણે સંદેશા વ્યવહાર ના ઉપકરણો ક્યાં સુધી ચાલુ રહેશે તેની પણ ચિંતા છે.
પ્રાપ્તિ કામદારના પિતા અને આંબાવાડી ભાવનગર ખાતે રહેતા જયેશભાઇ ચંદુભાઈ કામદારે જણાવ્યું હતું કે તેઓ સવારથી ટીવી ન્યુઝમાં બોમ્બ બ્લાસ્ટના સમાચાર જુએ છે ત્યારથી એમને ચિંતા થાય છે. જોકે અમારી દીકરી જે શહેરમાં રહીને ભણે છે તે શહેર યુદ્ધ સ્થાનથી દૂર છે છતાં ક્યારે આ શહેરો પર પણ હુમલો થાય તેની કોઈ ગેરંટી હોતી નથી. ઉપરાંત ભારતથી યુક્રેન પૈસા ટ્રાન્સફર કરવાની પદ્ધતિ પણ બંધ થઈ ચૂકી છે જેના કારણે વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા બચ્યા છે.