કલા જગતને ફરી ઝાટકો ! દિગ્ગજ અભિનેતા પ્રવીણકુમાર સોબતી (મહાભારત ના ભીમ) ના અવસાનથી ફેન્સમાં શોક….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ટેલિવિઝન જગત વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક ટેલિવિઝન જગતે અનેક સિરિયલો આપી છે કે જે આજે પણ લોકોમાં ઘણી અમર છે. જોકે ટેલિવિઝન જગત વર્ષોથી લોકોના જીવનને સીધી અસર કરે છે. ટેલિવિઝન પર પ્રસારિત થનાર અનેક સિરિયલ પૈકી અમુક લોકોને મનોરંજન આપે છે. જયારે અમુક એવા પણ કાર્યક્રમો હોઈ છે કે જે લોકોને મનોરંજન સાથો સાથ અન્ય બાબતો જેવાકે આપણા ઇતિહાસ અને આપણા સમાજની કુ પ્રથા વગેરે અંગે માહિતી પણ આપે છે. લોકો સુંધી કોઈ પણ માહિતી પહોંચાડવા માટે ટેલિવિઝન શ્રેષ્ઠ વિકલ્પ છે.
આપણે ટેલિવિઝન પર અનેક ઐતિહાસિક સિરિયલ જોઈ છે. એવી જ એક સિરયલ વિશે આપણે અહીં વાત કરવાની છે કે જેમના લોકપ્રિય કલાકાર ના અવસાનના કારણે હાલમાં કલા જગતને ઘણો મોટો ઝાટકો મળ્યો છે. મિત્રો આપણે અહીં લોક પ્રિય ધારાવાહિક ” મહાભારત ” વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે આ સીરિયલે ઘણા સમય સુધી લોકોને મનોરંજન તો આપ્યું છે જ સાથો સાથ સમાજને અનેક બાબતે અંગે જ્ઞાન પણ આપ્યું છે. આજે પણ લોકોમાં મહાભારત શો ઘણો જ લોકપ્રિય છે.
આ શો અને શોના તમામ કલાકારોની ફેન ફોલોઈંગ વર્ષો બાદ આજે પણ અડીખમ છે. તેવામાં આ શો ના લોકપ્રિય પાત્ર ભીમ ને કોણ નથી જાણતું. તેમણે પોતાની આગવી એક્ટિંગ અને પોતાની જબરજસ્ત કદકાઠી ના કારણે લોકોમાં જાણીતા બન્યા છે. જણાવી દઈએ કે આ શોમાં ભીમ નું પાત્ર ભજવનાર કલાકાર નું નામ પ્રવીણ કુમાર સોબતી છે. જો કે હાલમાં પ્રવીણ કુમાર ના નિધનથી ફેન્સમાં શોક છે. જણાવી દઈએ કે હાલમાં જ પ્રવીણ કુમારનું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે.
જણાવી દઈએ કે પ્રવીણ કુમાર એક્ટર ની સાથો સાથ સારા ખેલાડી પણ હતા. જો કે પ્રવીણ કુમારે ટેલિવિઝન ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ કામ કરેલ છે. પોતાની રમતને કારણે તેમને સીમા સુરક્ષા દળ માં ડેપ્યુટી કમાન્ડર ની નોકરી પણ મળી હતી. જો વાત તેમના રમત અંગે કરીએ તો તેમણે એશિયન ગેમ્સમા બે ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ ચાર મેડલ પણ જીત્યા છે. આ ઉપરાંત તેમણે પોતાની રમત ના કારણે ઓલમ્પિક ગેમસમાં પણ ભારત માટે રમત રમી છે.
જણાવી દઈએ કે પ્રવીણ કુમારને અર્જુન પુરુસ્કાર પણ મળેલ છે. જો વાત તેમના બૉલીવુડ માં એક્ટિંગ કરિયર અંગે કરીએ તો તેમણે ઘણી બૉલીવુડ ફિલ્મમાં કામ કરેલ છે જેમાં શહેનશા, કરિશ્મા કુદરત કે, યુદ્ધ, જબરજસ્ત, સિંહાસન લોહ વગેરે અનેક નો સમાવેશ થાય છે. જોકે છેલ્લા થોડા દિવસથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા અંગે પણ જાણકારી મળી હતી.