IPS ના ઘરના ભોઇરા માંથી મળ્યા એટલા નાણાં કે ગણવા મુસ્કેલ બન્યા આ નાણાં ચુંટણી….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં નાણાં ઘણા જરૂરી છે. આપણે સૌ નાણાં ના મહત્વને જાણીએ છિએ આપણા જીવનની જરૂરિયાત ની વસ્તુઓથી લઈને જીવનને આરામ દાયક બનાવે તેવી મોજ શોખની વસ્તુઓ માટે પણ નાણાં ઘણા જરૂરી છે.
જો કે જીવનમાં ધનવાન બનવા અને પોતાની નાણાં ની જરૂરિયાત સંતોસવા માટે લોકો ઘણી મહેનત કરે છે. જોકે અમુક લોકોને વગર મહેનતે નાણાં મેળવવા ગમે છે. આવા લોકો નાણાં ને મેળવવા માટે ગેર માર્ગો નો ઉપયોગ કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક ખર્ચને પહોંચવા માટે આવક જોઈએ છે. તેવી જ રીતે દેશને પણ પોતાના ખર્ચને પહોંચી વાળવા માટે આવક ની જરૂર હોઈ છે કે જેમને વિવિધ ટેક્ષ દ્વારા મળે છે. જો કે અમુક લોકો અંગત સ્વાર્થને લઈને પોતાની આવક છુપાવે છે અથવા તો ઑછિ આવક બતાવે છે. અને આવકના સાધનો માં ગડબડ કરે છે જેના કારણે તેમને ટેક્ષ ઓછો કે ના ભરવો પડે. આ બાબતને કાળું નાણું કહે છે.
ભારત માં છેલ્લા ઘણા સમયથી ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા દેશના અલગ અલગ વિસ્તારોમાં છાપા મારીને આવું કાળું નાણું બહાર લાવવા અંગે ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજ કડીમાં હાલમાં ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા એક ips ઓફિસર ના ઘરે રેડ પાડવામાં આવી હતી જે બાદ તેમને એટલા નાણાં મળ્યા કે આ પૈસા ગણવા માટે મશિન મંગાવવા પડ્યા. તો ચાલો આપણે આ આખી બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ ઘટના નોઇડાની છે. કે જ્યાં ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા પૂર્વ ips ઓફિસર રામ નારાયણ સિંહ ના ઘરે રેડ કરવામાં આવી હતી જેમાં તેમને અધ્ધ નાણાં મળ્યા હતા. જો વાત આ રેડ અંગે કરીએ તો આ રેડ સોમવારે રાત્રે એક વાગ્યા આસપાસ કરવામાં આવી હતી.
ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા નોઇડા ના સેક્ટર 50 માં આવેલ ‘ માનસ કંપની ‘ ની ઓફિસ માં રેડ કરવામાં આવી હતી. આ ઓફિસ અહીંના મકાન નંબર 6 માં ચાલતી હતી. જો વાત માનસ કંપની અંગે કરીએ તો તેમના સ્થાપક અને માલિક પૂર્વ ips ઓફિસર રામ નારાયણ ના પત્ની છે.
ઈન્ક્મ ટેક્ષ વિભાગ ને ઉપરોક્ત મકાનમાં અધ્ધ નાણાં હોવા અંગે માહિતી મળતા આ રેડ કરવામાં આવી ત્યારે તેમને અહીં ઘરમાં એક ભોઇરુ મળ્યું જેમાં આશરે 650 જેટલા લોકર પણ મળ્યા. આ તમામ લોકર બેનામી સંપત્તિ માટે ભાડેથી ચાલતા હોવાની આશંકા છે. પૂર્વ ips ઓફિસર રામ નારાયણ ના પત્ની લોકોને આ લોકર ભાડે આપતા હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા અમુક લોકર ખોલવામા આવ્યા છે જે પૈકી આશરે 3 કરોડ જેટલા રૂપિયા મળ્યા છે. હવે ઈન્ક્મ ટેક્ષ વિભાગ ની ટીમ આ નાણાં અને ગાઝિયાબાદ ના અમુક લોકોની બેનામી સંપત્તિ અંગે તપાસ કરી રહી છે જો કે હાલની તપાસ માં વિભાગ ને પૂર્વ ips ઓફિસર રામ નારાયણ વિરુધ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. જો કે હાલમાં આવતી ચુંટણીઓ પહેલા ઘણા મોટા પ્રમાણ માં કાળું નાણું જપ્ત કરવામાં આવ્યું છે.