કોઈ હરતા ફરતા મહેલથી કમ નથી બોલીવુડ સ્ટાર સલમાન ખાનની વેનિટી વેન ! ખાસિયતો એવી કે…જુઓ અંદરની તસવીરો
મિત્રો તમે બધા સલમાન ખાનને ઓળખતાજ ઝાશો જે બોલિવૂડના એક જાણીતા અભિનેતા છે. 56 વર્ષની ઉંમરે પણ તેમનો કરિશ્મા અકબંધ છે. તે એક ફિલ્મ માટે 60 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે. તેમની પાસે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેથી જ તે પોતાનું જીવન ખૂબ જ આલીશાન શૈલીમાં જીવે છે. સલમાને તેની કમાણીનો મોટો હિસ્સો તેની વેનિટી વેન માં લગાવ્યો છે. આ વેનિટી વેનની અંદરની તસવીરો જોઈ તમારી આંખો પણ પહોળી થઇ જશે.
બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ પાસે વેનિટી વેન છે. તે દરેક શૂટ પર તેને પોતાની સાથે લઈ જાય છે. એક રીતે જોઈએ તો આ તેમનું મિની હાઉસ છે જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કારણે તેમને શૂટિંગની નજીક પોતાના માટે લક્ઝરી સ્ટે શોધવાની જરૂર નથી. સલમાન ખાનની વેનિટી વેન પણ ઘણી લક્ઝુરિયસ છે આજે અમે તમને તેની અંદરની કેટલીક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. સલમાન ખાનની વેનિટી વેનમાં દરેક સુવિધા છે જે તમને ફાઈવ સ્ટાર હોટલમાં મળે છે. જેમ કે તેમાં દબંગ ખાન માટે આરામ કરવા માટે સોફા છે.
અહીં તે તેના દિગ્દર્શક અને સ્ક્રિપ્ટ રાઈટર સાથે બેસીને વાર્તા પર ચર્ચા કરે છે.સલમાનની આ વેનિટી વેનમાં એક બેડરૂમ પણ છે. આમાં સલમાન શૂટિંગનો થાક દૂર કરવા આરામ કરે છે આ દરમિયાન તેમના મનોરંજન માટે બેડની સામે એક મોટું ટીવી પણ લગાવવામાં આવે છે. જ્યારે શૂટિંગ ઘણું લાંબુ થઈ જાય છે અને સલમાનને બ્રેકની જરૂર હોય છે ત્યારે તે અહીં આરામ કરે છે. આ વેનિટી વેનમાં એક નાનું રસોડું પણ છે. તેમાં સલમાનનું મનપસંદ ફૂડ તૈયાર કરી શકાય છે. અહીં એક ફ્રિજ પણ છે જેમાં સલમાન પોતાની ખાવાની વસ્તુઓ રાખે છે.
આ સિવાય વેનમાં ડ્રેસિંગ એરિયા પણ ખૂબ જ સુંદર છે. અહીં એક મોટો અરીસો લગાવવામાં આવ્યો છે. આની સામે સલમાન પોતાનો મેકઅપ કરે છે.સલમાનની આ વેનિટી વેનમાં લક્ઝરી વોશરૂમ પણ લગાવવામાં આવ્યો છે. અહીં સલમાન સ્નાનથી લઈને લાઈટનિંગ સુધીના તમામ કામ શાહી અંદાજમાં કરે છે. સલમાનની આ વેનિટી વેન ડાર્ક, ચારકોલ ગ્રે રંગની છે. તે બહાર અને અંદર બંને રીતે ખૂબ જ સુંદર છે.
આટલી સુંદર અને લક્ઝરી સુવિધાઓ સાથેની વેનિટી વાન બનાવવામાં પણ ઘણો ખર્ચ થાય છે. તમને નવાઈ લાગશે કે સલમાન ખાનની આ વેનિટી વેનની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. આ કિંમત પર ઘણા લોકો પોતાના માટે આલીશાન ઘર બનાવી શકે છે. પરંતુ સલમાન જેવા સ્ટાર્સ માટે આ રકમ ખૂબ જ નજીવી છે.