વિકરાળ અકસ્માત! પાલનપુરમાં સર્જાયો ગંભીર અકસ્માત દુધની નદીઓ વહી ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યના કોઈના કોઈ ખૂણે અકસ્માત સર્જાતો જ રહે છે આવા અકસ્માત ખાસતો વાહનની તેજ રફતાર ના કારણે સર્જાતા હોઈ છે જો કે વાહન ચાલક ની ભૂલ અને ગફલત ભરેલ ડ્રાઈવિંગ પણ અકસ્માત માટે જવાબદાર છે આપણે સૌ જાણીએ છીએ કે દેશ માં લગભગ દરરોજ અકસ્માત ને લાગતા બનાવો સામે આવે છે કે જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે, હાલમાં આવોજ એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેના કારણે એક વ્યક્તિ ને પોતાનો જીવ ગુમાવો પડ્યો છે.
આ અકસ્માત ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયો છે જેના કારણે એક યુવકને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા છે આ ગંભીર અકસ્માત અંગેની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર પાસે આવેલ એસીબીપુરા પાટિયા પાસે સર્જાયો હતો જેમાં એક ઈનોવા ગાડી અને ટ્રક અકસ્માત નો ભોગ બન્યા હતા અહી એક દૂધ ભરેલ ટ્રક ગાડી પર પલટાઈ જતા ગાડીના ભુક્કા થઇ ગયા હતા.
અકસ્માત ના કારણે ગાડીમાં સવાર યુવક મૃત્યુ પામ્યો જયારે ટેન્કર માં ભરાયેલ દ્દુધ રસ્તા પર ધોળાઈ જતા રસ્તા પર જાણે દુધની નદીઓ વહી હોઈ તેવા દર્શ્યો સર્જાયા હતા. જો વાત આ ટ્રક અંગે કરીએ તો તેનો નંબર જીજે ૨૪ વી ૪૯૧૬ છે કે જે પલટાઈ ગયો હતો અકસ્માત ના કારણે આસ પાસ લોકો એકઠા થઇ ગયા હતા આને ગાડીમાં સવાર વ્યક્તિ ને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો કે જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા ઘટના અંગે જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.