સાવધાન ! ભેળસેળ વાળું દૂધ પિતા પહેલા આટલું કરો, FSSAI ના વૈજ્ઞાનિકે આપી ખાસ માહિતી જાણો…
આપણા દેશ માં ખાવા-પીવા ની વસ્તુઓ માં ભેળસેળ કરવાની ઘટના બનવી એક સામાન્ય બાબત છે. સામાન્ય માણસ ના જીવન સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. નાના બાળકો થી લઇ ને મોટા લોકો રોજિંદા જીવન માં દૂધ નો ઉપયોગ કરે છે. દૂધ માં પણ ભેળસેળ થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે.
એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની વેસ્ટર્ન રિજન ઓફિસના વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકરે એ દૂધ માં થતી ભેળસેળ બાબતે એક ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, શબને સડવાથી બચાવવા માટે શબઘરમાં ફોર્માલિન રસાયણ લગાવવામાં આવે છે. વેપારીઓ તેને દૂધમાં પણ મિક્સ કરે છે. તેનાથી દૂધ જલદી ફાટતું નથી. પરંતુ, આ કેમિકલ સ્વાસ્થ્ય માટે એટલું ખતરનાક છે કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.
વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકર ભારતીય આહાર મંડળના સાંસદ ચેપ્ટર દ્વારા આયોજિત વર્કશોપમાં ભાગ લેવા ઇન્દોર પહોંચ્યા હતા. આ વર્કશોપ માં તેણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, દૂધ ભેળસેળ વાળું છે કે નહિ. તેને કઈ રીતે પારખવું? વૈદેહી જણાવે છે, દૂધમાં પાણીની ભેળસેળ જોવા માટે, દૂધનાં બે થી ચાર ટીપાંને સ્થિર સપાટી પર નાખો. આ સપાટી પર જે જોવા મળશે તેમાં, જો તે સફેદ હોય તો દૂધમાં ભેળસેળ નથી. અને જો તે પારદર્શક છે, તો સમજી લેવું કે દૂધમાં પાણી ઉમેરાયું છે.
દૂધમાં ડિટરજન્ટ છે કે નહીં તે જોવા માટે બોટલને ખુબ હલાવો. જો વધુ માત્ર માં બોટલ માં ફીણ દેખાય છે એટલે કે તેમાં ડિટરજન્ટ હોય છે તેમ માની લેવું. દૂધ માં સ્ટાર્ચ ની ભેળસેળ જોવા માટે દૂધ માં આયોડીન ના બે ટીપા ઉમેરો. તે ભૂરાશ પડતું થઇ જશે. વદૈહી એ કહ્યું કે, હંમેશા પેકેજ્ડ દૂધ જ ખરીદવાનું રાખવું જોઈ એ. કારણ કે આ દૂધ નું પરીક્ષણ હમેશા FSSAI દ્વારા કરવામાં આવતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!