India

સાવધાન ! જો તમે બાઈક ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરતા હો તો..આ યુવાન મરતા મરતા બચી ગયો…જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ અકસ્માત થવાના અનેક કેસો સામે આવ્યા કરે છે. આપણને સોશિયલ મીડિયા પર અકસ્માત થવાના ભયંકર ભયંકર વિડીયો જોવા મળતા હોય છે. ક્યારેક એવા જબરા અકસ્માતો થતા હોય છે કે, જોવા વાળની તો આંખો જ ફાટી જાય. લોકો બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરતા હોતા નથી. પરંતુ બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું કેટલું આવશ્યક છે તે આ વિડીયો દ્વારા તમને ખ્યાલ આવી જશે.

એક વિડીયો બ્રાઝીલ દેશ નો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ મરતા મરતા બચ્યો હતો. વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવક બાઈક ચલાવીને જતો હોય છે. અને અચાનક જ તેની સામે થી એક બસ આવી જાય છે. તે યુવકે જેવો ટર્ન લીધો કે સીધો જ બસ ના ટાયર ની નીચે પડી ગયો. ઘડીક તો એવું લાગે કે, આ યુવક હવે બચી શકશે નહીં. પરંતુ આ યુવકે માથે હેલ્મેટ પહેર્યું હતું માટે તે યુવક ને કઈ થયું નહીં…જુઓ વિડીયો.

જેવો યુવક પડ્યો કે, તેનું માથું જ બસ ના ટાયર ના નીચે આવી ગયું હતું. યુવક જેવો પડ્યો કે, આજુબાજુ ના લોકો તેની મદદે આવ્યા હતા. અને યુવક ને બચાવી લીધો હતો. બસ વાળા એ પણ સુઝબુઝ થી બસ ને તરત જ બ્રેક લગાવી દીધી હતી. એટલે સદનસીબે આ યુવક બચી ગયો હતો. લોકો પણ આ યુવક ને પડતા જોઈ ને ચોંકી ઉઠ્યા હતા.

આજકાલ લોકો બેદરકારી દાખવીને બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરતા હોતા નથી. પરંતુ આ વિડીયો જોઈ ને આપણને ખ્યાલ આવી જાય કે, હેલ્મેટ પોતાની સેફટી માટે કેટલું મહત્વ નું છે. આવા અનેક વિડીયો આપણને જોવા મળે છે. જેમાં ક્યારેક તો લોકો પર થી બસ કે ટ્રક ચાલી જતા વ્યક્તિ નું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ જતું હોય છે. લોકો ને બેદરકારી ભારે પડી શકે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *