ગુજરાતી સિનેમામાં શોક છવાયો, મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મથી લોકપ્રિય થયેલ આ પીઢ અભિનેત્રીનું થયું દુઃખદ નિધન, જાણૉ વિગતે…
ગુજરાતી સિનેમા અને નાટકને મોટી ખોટ પડી છે, ગુજરાતી સિનેમાના પીઢ અભિનેત્રીનું દુઃખ નિધન થયું છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતી સિનેમા અને નાટકના જાણીતા કલાકાર ચારુબેન પટેલનું બુધવારે અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. તેઓ તેમની ધારાવાહિક “એક ડાળના પંખી”માં “કડવી કાકી”ના પાત્ર માટે જાણીતા હતા.ચારુબેન પટેલએ નાટ્ય કારકિર્દીની શરૂઆત 1960ના દાયકામાં કરી હતી. તેમણે ઘણી ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો, જેમાં “ચાર ચાંદની”, “સાત ફૂટ લંબાઈ”, “સ્વયંવર”, અને “માટીનો માણસ”નો સમાવેશ થાય છે.ચારુબેન પટેલે 1986માં પ્રસારિત થયેલ ધારાવાહિક “એક ડાળના પંખી”માં “કડવી કાકી”ના પાત્રથી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ ધારાવાહિક 1994 સુધી ચાલી હતી અને તે સમયે તે ગુજરાતી ટેલિવિઝનની સૌથી લાંબી ચાલેલી ધારાવાહિક હતી.
ચારુબેન પટેલે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે “મહિયરમા મનડું લાગતું નથી”, “લવ લફરું અને લગ્ન”, અને “પાલવડે બાંધી પ્રીત” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.ચારુબેન પટેલના નિધનથી ગુજરાતી સિનેમા અને નાટકને મોટી ખોટ પડી છે. તેઓ એક પ્રતિભાશાળી અભિનેત્રી હતા જેમણે તેમના અભિનયથી લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું.
ચારુબેન પટેલ હંમેશા તેમના મજાકીયા અને સ્નેહભર્યા અભિનય માટે યાદ કરવામાં આવશે. તેઓ એક પ્રતિભાશાળી અભિનેત્રી હતી જેમણે તેમના અભિનયથી લોકોને હસાવ્યા, રડાવ્યા અને સમજાવ્યા. તેમને મોટાભાગે નેગેટિવ રોલ માટે જાણીતા હતા પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખુબ જ નિખાલસ સ્વભાવના હતા. તેમના નિધનના કારણે ગુજરાતી કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને સૌ કોઈએ શ્ર્દ્ધાજંલી અર્પણ કરી છે. આજે ભલે તેમને આ દુનિયામાંથી વિદાય લીધી હોય પરંતુ તેઓ પોતાના અભિનય થકી આપણા હદયમાં જીવંત રહેશે, ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પાર્થના,