ચોમાસાની આ ઋતુમાં ગુજરાત ના આ ધોધ ની મુલાકાત લેવાનું નો ભુલતા… મન મોહાઈ જશે…જુઓ તસ્વીર
ચોમાસાની ઋતુનું આગમન જાણે પૃથ્વીનું સોળે કળાએ ખીલી ઉઠવું. ખરેખર દરેક જીવ ચોમાસાની ઋતુમાં વસુંધરાના ખોળે ખિલખિલાટ કરે છે. દરેક લોકો ચોમાસાની ઋતુની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે કારણ કે ચોમાસાની ઋતુમાં વાતાવરણ ખુશનુમા બની જાય છે અને ચારો તરફ લીલુંછમ વાતાવરણ છવાઈ જાય છે, ત્યારે ખરેખર આ કુદરતી સૌંદર્યને માણવાનો અવસર ખૂબ જ અનેરો છે. આજે અમે આપને ગુજરાતના એવા ઘોધ વિશે જણાવીશું જેની મુલાકાત તમારે આ ચોમાસાની ઋતુમાં જરૂર લેવી જોઈએ.
ચીમેરનો ધોધ :- આ ધોધનું નામ તમારા માટે નવું હશે. આ ધોધ ડાંગ જિલ્લાના પછાત વિસ્તારમાં આવેલ છે. આમ પણ ડાંગ એટલે કુદરતી સૌંદરનો ખજાનો. અહીંયા ધોધ ને નિહાળવો એ ખૂબ જ અનહદ લ્હાવો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આવેલ આ ધોધ પહાડી પરથી 300 મીટર ની ઊંચાઈથી પડે છે.
ગીરીમાલ ધોધ :- મધ્યપ્રદેશ થી ડાંગ જિલ્લામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ ધોધ ડાંગ જિલ્લામાં સૌથી જૂના ધોધ પૈકી એક છે. આ ધોધ 30 મીટર ની ઊંચાઈએ થી નીચે પડે છે. જેને લોકો જોવા માટે આવતા રહે છે. કુદરતી સૌર્દયને માણવા આ ધોધની મુલાકાત જરૂર લેજો.
હથણી માતા ધોધ :- પંચમહાલ જિલ્લામાં આવેલ આ ધોધ અદભુત છે. આ ધોધ ફરત વરસાદની ઋતુમાં જ જોવા મળે છે. આ ધોધની આજુબાજુ ચારેય બાજુ લીલી છમ હરિયાળી હોય છે અને તેનાથી ધોધની ખૂબસુરતી વધુ આકર્ષક લાગે છે. આ ધોધની મુલાકાત લઈને કુદરતની કરિશ્મા નિહાળી શકો છો..
ગીરા ધોધ :- ગુજરાતનો સૌથી મોટા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. જે ડાંગ જિલ્લાના વઘઇ ગામમાં આવેલ છે. ગીરા ધોધ જંગલોની વચોવચ આવેલ છે તેથી ચોમાસાની ઋતુમાં તેની સુંદરતામાં અનેકગણો વધારો થઈ જાય છે. આજ કારણ છે કે ઘણા લોકો તેની મુલાકાત લેતા રહે છે. એકવાર તો આ ધોધને પોતાની નજર સમક્ષ જોવો જોઇએ.
બરડા ધોધ :- ઈશ્વરે ગુજરાતને ખોબલે ખોબલે કુદરતી સૌંદર્ય આપ્યું છે.આ ધોધ પણ ગીરા ધોધની જેમ જ ડાંગ જિલ્લામાં આવેલ છે. અહીંની સુંદરતા એટલી સુંદર છે કે તેને જોઈને કોઈપણ વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ શકે છે. જો તમે અહીં પ્રિયજન ને લઈને આવો છો તો ધોધની સુંદરતા જોઈને તમને ત્યાંથી જવાનું મન નહી થાય.આ ધોધ ડાંગ જિલ્લાના મહાલ ગામથી 10 કિમીના અંતરે આવેલ છે.