લગ્ન ની પાંચમી વર્ષગાંઠ પર કોમેડીકવિન ભારતીસિંહે શેર કરી અનદેખી તસ્વીર ! લગ્ન ના સાત ફેરા ની જુઓ તસવીરો.
ભારતની કોમેડી ક્વિન ભારતી સિંહ આજે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. ભારતી સિંહ તેની કોમેડી થી લોકોને ખૂબ હસાવતી રહે છે. ભારતી સિંહે ત્રણ ડિસેમ્બર 2017 ના રોજ હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા. ત્રણ ડિસેમ્બરના રોજ ભારતી અને હર્ષ લીમ્બાચીયા ના લગ્નના પાંચ વર્ષ પૂરા થયા. આથી ભારતી એ તેના instagram એકાઉન્ટ ઉપર પાંચ વર્ષ પૂરા થવા બદલ લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી અને લગ્ન જીવનને યાદ કર્યા હતા.
હાલમાં ભારતી અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા માતા પિતા બની ચૂક્યા છે. તેના પુત્ર નું નામ તે બંને એ પ્રેમથી ગોલા રાખ્યું છે. ભારતી એ તેના એકાઉન્ટ ઉપર ફોટા શેર કર્યા જેમાં ભારતી અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા ખુબ જ સુંદર લાગી રહ્યા છે. ભારતી સિંહે તેના લગ્નના અવસર ઉપર વાદળી અને ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. આ સિવાય તેને હાથમાં બંગડીઓ અને ભારે ઘરેણા પણ પહેર્યા છે.
બીજી તરફ હર્ષ લીમ્બાચીયા ની વાત કરીએ તો તેને ભારતી સિંહના કપડા સાથે મેચિંગ થાય તેવી શેરવાની પહેરેલ છે. જેમાં તેને ગુલાબી રંગની પાઘડી પણ પહેરેલી છે. જેમાં તે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. પતિ પત્ની લગ્નના ફેરા વખતે એકબીજાના હાથમાં હાથ નાખીને સાત ફેરા લઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. હર્ષ લીમ્બાચીયા અને ભારતી ની મુલાકાત કોમેડી સર્કસમાં થઈ હતી. જેમાં ભારતી એક સ્પર્ધક હતી તો હર્ષ લીમ્બાચીયા સ્ક્રિપ્ટ રાઇટર હતા.
આ બંને જોડીને આપણા ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેના ચાહકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. તેના પુત્ર નું સાચું નામ તે લોકોએ લક્ષ પાડ્યું છે. પરંતુ તે બંને તેને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે. ભારતી ની સાથે તેના પતિ પણ ખૂબ જ કોમેડી કરતા જોવા મળે છે. ખતરા ખતરા ખતરા સીરીયલમાં બંને સાથે જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!