આ 4 તકલીફને સામાન્ય માનીને હાથ પર હાથ રાખીને ન બેઠતા નહિતર થઇ શકે છે આ બીમારીઓ ! જાણો કઈ 4 તકલીફ ?શું ખાવાથી થઇ શકે ?
કોઈ પણ ચટપટા અને તીખા ભોજન માં સ્વાદ ઉમેરવાનું કામ તો મીઠું જ કરે છે. રોજબરોજ ના ખાવાના ભોજનમાં આપણે મીઠા નો ઉપયોગ કરીએ છીએ. મીઠું એક એવું એંગ્રેડિયંસ છે જેને વધારે ખાવાથી પણ નુકશાન થાય છે અને ઓછા ફરમાન માં લેવાથી પણ શરીર ને નુકશાન કરતાં સાબિત થાય છે. જો તમે ઓછું મીઠું ખાશો તો તેના લીધે શરીરમાં સોડિયમ નું પ્રમાણ ઓછું થઈ શકે છે જેના કારણે માંસપેશીઓમાં દર્દ, થાક, બેચેની, માથાનો દુખાવો, ચિદ્ચિડાપણું અને ભૂલવાની સમસ્યા ઊભી થઈ શકે છે.
પરંતુ જો તમે જરૂર કરતાં વધારે મીઠા નું સેવન કરો છો તો તેના દ્વારા પણ ઘણા પ્રકાર ની સમસ્યા ઊભી થાય છે. બધારે મીઠા નું સેવન કરવાથી શરીર પર ઘણા ખરાબ પ્રભાવ પડે છે. અને તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો. બ્રિટન ના નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, ઉમર ધરાવતા લોકોએ આખા દિવસ માં 6 ગ્રામ થી વધારે મીઠું અથવા એક ચમચી કરતાં મીઠાનું સેવન કરવું જોઈએ નહીં.
કેમકે તેનાથી શરીર ને ઘણા મોટા મોટા નુક્ષાનો સહન કરવા પડી શકે છે. વધારે મીઠું તમારી બોડી માં મેચરલ સોડિયમ બેલેન્સ ને પ્રભાવિત કરે છે જેનાથી તમને હાઇ બ્લડપ્રેશર ની બીમારી થઈ શકે છે. જે હદય ને લગતી સમસ્યાઓને આમંતર આપે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં થોડા તેના લક્ષણો નજર આવે છે, જો તમે પણ રોજબરોજ જરૂરત કરતાં વધારે મીઠું ખાવાનું રાખો છો તો તમે તમારા શરીરમાં આ લક્ષણોને અનુભવી શકો છો.
માથાનો દુખાવો
વધારે મીઠું ખાવાથી ડિહાઈડ્રેશન ની સમસ્યા ઊભી થઈ શકે છે. જે ગંભીર માથાના દર્દનું કારણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર આ માથાનો દુખાવો હળવો પણ હોય શકે છે અને ભારે પણ,જો ભોજન કર્યાના 1-2 કલાક દરમિયાન તમને માથાનો દુખાવો શરૂ થાય છે તો તેનો મતલબ એમ છે કે તમારા શરીર માં સોડિયમ નું લેવલ વધારે મીઠું ખાવાના કારણે વધી ગયું છે.
હાથ- પગ માં સોજો
હાથ- પગની આંગલીઓમાં સોજો જોવા મળે તો તે મીઠા ના વધારે પ્રમાણ માં ખાવાના કારણે થાય છે. જેને એડીમાં ના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્યાક બહુ જ વધારે વાર સુધી બેઠું રહેવામાં આવે અથવા લાંબી યાત્રા દરમિયાન સોજા ની સમસ્યા વધી જાય છે જો તમે સતત આ સમસ્યા અનુભવ કરો છો તો તમે તરત જ ડોકટર ની સલાહ લો.
હાઇ બ્લડપ્રેશર
વધારે પ્રમાણ માં મીઠાનું સેવન કરવાથી બ્લડપ્રેશર વધી શકે છે. જો ભોજન કર્યાના 30 મિનિટ ની અંદર જ અથવા પછી તમને શરીર ની અંદર કોઈ સમસ્યા અનુભવાય તો સમજી જાઓ કે આ બ્લડપ્રેશર ના કારણે થયું છે. હાઇ બ્લડપ્રેશર ને જો સારવાર વિના જ છોડી દેવામાં આવે તો સમસ્યા વધી શકે છે. તેનાથી હાર્ટઅટેક અને સ્ટ્રોક નો ખતરો ઊભો થાય છે. જો કોઈ નમકીન વસ્તુ ખાધા પછી તમને આંખોની રોશનીમાં ધૂંધનું , દિલનું જડપથી ધડકવું, સ્વાસની તકલીફ , દિલમાં દર્દ, નકમાથી ખૂન નું આવવું જેવા લક્ષણો ને અનુબઃવો તો સમજી જજો કે બ્લડપ્રેશર વધી ગયું છે.
વારંવાર બાથરૂમ જવું
વધારે મીઠું અથવા વધારે નમકીન વસ્તુ નું સેવન કરવાથી તરસ વધી જાય છે અને તરસ છીપવા માટે તમે વધારે માં વધારે પાણી નું સેવન કરશો જેના પ્રભાવથી તમને વારંવાર બાથરૂમ જવાની સમસ્યા ઊભી થાય છે.