IndiaNational

નાતજાતની લડાઈ ભગવાનના ધામ સુધી પહોચી! દલિત યુવતીને મંદિરમાં નમળ્યો પ્રવેશ પછી જે થયું જાણીને…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા જે મનુષ્યને જીવન આપ્યું છે તે ઘણું જ અમુલ્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવન ભગવાનની અણમોલ રચના છે. ઈશ્વર દ્વારા દરેક મનુષ્યને એક સમાન સમજીને તેમને ધરતી પર મોકલવામાં આવ્યા છે ઈશ્વરે પોતાના સંતાનોમાં ક્યારે પણ કોઈ ભેદ ભાવ નથી કર્યો. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ની પોતાની આસ્થા હોઈ છે જેની દરેક વ્યક્તિએ કદર કરવાની હોઈ છે.

પરંતુ ધરતી પરના આ અમુક મતલબી લોકોએ મનુષ્યને અનેક જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ માં વહેચી દીધા છે. જેના કારણે ઘણી વખત વ્યક્તિનું શોષણ પણ થાય છે. જો કે આપણા સંવિધાનમાં દરેક વ્યક્તિને બરાબર નો અધિકાર આપવામાં આવ્યા છે પરંતુ આજે પણ ઉચ નીચ ને લઈને અમુક ઘટનો સામે આવે છે. હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં મનુષ્ય ની ઉચ નીચ ની લડાઈ ભગવાનના ધામ સુધી પહોચી ગઈ.

આ ઘટના મધ્યપ્રદેશ ના ખરગોનની છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ ભગવાનની શિવનો મહાશિવરાત્રી નો પર્વ આવ્યો હતો જેને લઈને અનેક ભક્તો પ્રભુ ભક્તિમાં લીન હતા અને ભગવાનના ધામમાં જઈને પૂજા પણ કરી આવા લોકોમાં પૂજા ખાંડે નામની એક મહિલા પણ હતી. પરંતુ તે જેવી મંદિરમાં પ્રવેશવા લાગી કે તરત જ મંદિરના પુજારી અને મંદિરમાં હાજરબે મહિલાએ તેનો વિરોધ કર્યો અને તેને મંદિરમાં ણ પ્રવેશવા કહ્યું.

જણાવી દઈએ કે આ યુવતી પૂજા ખાંડે અનુસુચિત જાતિની હોવાના કારણે તેની સાથે આવો ભેદ કરવામાં આવ્યો અને તેને મંદિરમાં આવવાની મનાઈકરવામાં આવી તે સમયે પૂજા ખાંડેએ પૂજા કરવા માટે ઘણી અરજી કરી પરંતુ તેનું કોઈએ સાંભળ્યું નહિ છેવટે તેણેપોલીસ બોલાવવાની પણ ધમકી આપી પરંતુ છતા પણ તેને મંદિરમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી. આ સમયે મંદિરમાં હાજરઅમુક લોકોએ આ ઘટનાનો વીડિઓ બનાવી અને તેને શેર પણ કર્યો.

જે બાદ પંથકમાં હંગામો થઇ ગયો. જે બાદ પૂજા ખાંડે પરિવાર અને સમાજના લોકો સાથે એસપી ઓફીસ ગયા અને ન્યાય ની માંગણી કરી ઘટનાની ગંભીરતા જોઇને પોલીસ ટીમે તુરંત મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પૂજા ખાંડે એ જણાવ્યું કે પુજારી તેને મંદિરમાં જવા ણ હતા દેતા અમારે પૂજા કરવાનો અધિકાર નથી સંવિધાનમાં કઈ જગ્યાએ લખ્યું છે કે મંદિરમાં ણ જઈ શકાય જોકે આ સમયે ઘણા લોકો મંદિરમાં હાજરહતા પરંતુ કોઈએ કઈ પણ કહ્યું નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *