9-લાખ લાઈક આ ઢીંગલી ના ડાન્સ ને નામ ! લહેકો, એક્સપ્રેશન અને સ્ટેપ્સ જોઈ ને લોકો થઇ ગયા ફિદા, જુઓ વિડીયો.
હાલ આપણા ભારતમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની બોલબાલા છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ થકી લોકો રાતોરાત સ્ટાર બની જતા હોય છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં એવા એવા કોમેડી વિડિયો અને ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે કે લોકોને જોવા ખૂબ પસંદ આવતા હોય છે. ક્યારેક નાના ભૂલકાઓ એટલે કે નાના બાળકોના ખૂબ જ સુંદર ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે.
લોકોનું મન નાના બાળકોના ડાન્સના વીડિયોને જોઈને પ્રફુલ્લિત થઈ જતું હોય છે. એવી જ એક નાની ક્યુટ ઢીંગલી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને અત્યાર સુધીમાં આ વીડિયોને નવ લાખથી પણ વધારે લાઇક મળી ચૂકી છે. વીડિયોની વાત કરવામાં આવે તો કોઈ કાર્યક્રમ દરમિયાન એક નાની એવી ઢીંગલી યલો કલરના સુંદર કપડાં પહેરીને ઉપર બ્લુ કલરનું જેકેટ પહેરીને સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે.
કોઈ ગાયક કલાકાર કમર તેરી લેફ્ટ રાઈટ ગીત ગાય રહ્યા છે. તેની બાજુમાં આ ક્યુટ નાની એવી ઢીંગલી પોતાની નાની એવી કમર આમથી તેમ હલાવી રહી છે. જેને જોઈને ગાયક કલાકાર પણ ખુશ ખુશાલ થઈ જાય છે. સ્ટેજ ઉપર અન્ય ડાન્સના કલાકારો પણ ડાન્સ કરી રહ્યા હોય છે. પરંતુ લોકોનું ધ્યાન માત્ર ઢીંગલી ઉપર જ જોવા મળે છે. એવા સુંદર એક્સપ્રેસન અને ડાન્સના સ્ટેપ કરે છે કે લોકો તેના ઉપર ફિદા થઈ ચૂક્યા છે.
View this post on Instagram
દીકરીના ઠુંમકા એવા એવા હોય છે કે લોકોને વારંવાર જોવાનું મન થાય છે. સોશિયલ મીડિયા યુઝર્સના દિલ આ ઢીંગલીએ જીતી લીધા છે. નાની એવી ઢીંગલીના એક્સપ્રેશન અને તેનો એટીટ્યુડ જોઈને ભલભલા મોટા કલાકારો પણ ચોકી ઉઠે છે. આમ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે. ઢીંગલી નો લહેકો જોઈને લોકોને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને વારંવાર આ વીડિયોને જોઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!