ડેસર- ગંભીર અકસ્માત માં દીકરી ને મળવા જઈ રહેલા પિતા નું અધવચ્ચે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું…
ગુજરાત માં અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. એવામાં ફરી એક વડોદરા થી એક અકસ્માત થવાનો કેસ સામે આવ્યો છે. વડોદરા ના ડેસર નજીક ના રેલવે સ્ટેશન ના વળાંક પર એક બોલેરો કારે એક બાઈક ચાલક ને અડફેટે લેતા બાઈક ચાલક નું સારવાર દરમિયાન મૃત્યુ ની પજ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વેજલપુર અમદાવાદ ખાતે રહેતા બાઈક ચાલક સુરેન્દ્રસિંહ મહિડા જે પોતાની બાઈક (નં GJ 1 EQ 4887) લઇ ને પોતાની દીકરી ના ઘરે હાલોલ મળવા જતા હતા. આ સમયે ડેસર તાલુકા ના પાંડુ ગામ નજીક ના રેલવે સ્ટેશન ના વળાંક પર એક બોલેરો જીપ (નં GJ 01 RC 5923) ની અડફેટે સુરેન્દ્રસિંહ નું બાઈક આવ્યું હતું. જેથી તેને માથા ના ભાગે ગંભીર ઈજાઓ આવી હતી.
સુરેન્દ્રસિંહ ને સારવાર માટે 108 દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વડોદરા ના એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન રાત્રે મૃત્યુ થયું હતું. પરિવાર જનો ને જાણ કરતા પરિવાર જનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બાબતે સુરેન્દ્રસિંહ ના પુત્ર કૃણાલે ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!