મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય આધુનિક સમય છે. આજના આ સમય માં દિકરીઓને દિકરા ની બરાબર અને તેના કરતા પણ વધુ માન સન્માન આપવામાં આવે છે. પરંતુ એક સમય હતો કે જ્યાં દિકરીઓ ના જન્મને વધુ મહત્વ આપવામાં આવતું ન હતું. અને પુત્રિઓ ને પુત્ર કરતા ઓછું મહત્વ આપવામાં આવતું હતું.
પરંતુ આજે સમય બદલાયો છે. હાલમાં છોકરિઓ છોકરા કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. હાલમાં છોકરિઓ ભણતર માં અને અન્ય બાબતમાં છોકરાઓ કરતા આગળ નીકળી ગઈ છે. હાલનો આ યુગ છોકરિઓ નો છે. તેવામાં આપણે અહીં એક એવા પરિવાર વિશે વાત કરવાની છે કે જેમણે સમજ ને નવી દિશા આપી છે.
મિત્રો આ પરિવાર દ્વારા પોતાની પુત્રીઓનુ એટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કે જેના વિશે કદાચ કોઈએ વિચારયુ પણ નહીં હોઈ. તો ચાલો આપણે આ સમગ્ર ઘટના વિશે વધુ માહિતી મેળવીએ અને આ પરિવારના ઊમદા વિચારોને સલામ કરીએ.
મિત્રો આ બનાવ મધ્યપ્રદેશ માં આવેલ ધારા વિસ્તાર ના કોણદા ગામનો છે. અહીંના રહેવાસી મયૂર ભાઈ ભાઈલિ અને તેમના પત્ની ને બે જોડ્યા બાળકીનો જન્મ થયો છે. આ બાળકીઓ નો જન્મ ગણેશ ચતુર્થી ના દિવસે થયો હતો. જો કે બંને બાળકી ના પરિવાર ના આગમન થી પરિવાર ના લોકો ઘણા હરખમાં છે. અને પરિવાર માં ખુશીનો માહોલ છે.
મિત્રો જણાવી દઈએ કે આ બંને બાળકીઓ ના નામ રિદ્ધિ સિદ્ધી રાખવામાં આવ્યું છે. જ્યારે બાળકીઓ પોતાના નાના ના ઘરેથી દાદાના ઘરે આવી ત્યારે આ બાળકી ના પરિવાર દ્વારા બંને બાળકી અને તેમની માતા ને એક શણગારેલી બગી માં બેસાડવામાં આવ્યા અને વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ નજારે જેણે પણ જોયો તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા અને પરિવાર ના વખાણ કરવા લાગ્યા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.