મોત નું તાંડવ 48-કલાક માં 57-લોકો મોત ને ભેટ્યા. પોલીસે બતાવી માનવતા 4-નિરાધાર બાળકો ને લીધા દત્તક.
બોટાદ જિલ્લા ના બરવાળા ના ઘણા ગામો માં મોત નું તાંડવ ચાલી રહ્યું છે. જેમ જેમ દિવસ ચડે તેમ મૃત્યુ ના આંકડાઓ માં સતત ને સતત વધારો થઇ રહ્યો છે. કોઈ બાપે એકસાથે બે દીકરાઓ ને ખોઈ નાખ્યા છે તો કોઈ માતા વગર ના બાળકે તેનો બાપ ગુમાવ્યો છે. આવા અનેક સમાચારો સાંભળવા મળે છે. એવામાં બીજીતરફ પોલીસ એકપછી એક કડી મેળવી ને આરોપી ને કબ્જા માં લઇ રહી છે. દેશી દારૂ ના ગોરખ ધંધા ને માથે ચડાવનાર ASI મહિલા યાસ્મિન જગરેલાં ની ઓડિયો કલીપ વાયરલ થતા તેને સસ્પેન્ડ કરાયા છે.
તો બીજી તરફ એફ.એસ.એલ ની તપાસ માં બહાર આવ્યું કે દારૂ ના લીધેલ નમુનામાં 98 ટકા ની આજુબાજુ આલ્કોહોલ ની હાજરી મળી આવી હતી. લોકો એ દારૂ ના નામ પર ઝેર પીધું હતું. આ બાબતે હજુ તપાસ ચાલી રહી છે. બોટાદ પોલીસ એસ.પી. ડો.કરણરાજ વાઘેલા એ પોલીસ ની તમામ ટિમો ને ગામમાં કામે લગાવી દીધી હતી. સાથે ગામની બહાર એમ્બ્યુલન્સ ની લાઈન કરી દેવામાં આવી હતી.
આ સાથે સાથે બોટાદ પોલીસ ની એક સરાહના દાયક કામ પણ સામે આવ્યું છે. પોલીસ દેવગણા નામના એક ગામમાં ગયા ત્યાં એક કનુભાઈ નામના વ્યક્તિ નું દારૂ માં મૃત્યુ થતા તેના ચાર બાળકો હવે નિરાધાર થયા હતા. પોલીસે માનવતા દાખવી ને ચાર બાળકો ને દત્તક લીધા અને તેમના અભ્યાસ સહિત અન્ય જવાબદારીઓ પોતાના માથે ઉપાડી હતી. પોલીસ પણ લોકો પ્રત્યે સંવેદના દાખવી રહી છે. અને માનવતા દર્શાવી રહી છે.
બીજી તરફ સુભાષકુમાર ત્રિવેદી IPS ના નેજા હેઠળ SIT ની રચના કરી તપાસ નો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 48-કલાક માં 57-લોકો ના મૃત્યુ થઇ ચુકતા તંત્ર એલર્ટ પર છે. જાણવા મળ્યું કે મૃતકો માં બે મહિલાઓ નો પણ સમાવેશ થઇ છે. આખા ગામમાં અજંપા ભરી સ્થિતિ નું સર્જન થવા પામ્યું છે. દેવગણા પહોંચેલ પોલીસ ને જાણવા મળ્યું કે એક ગલ્લાવાળા એ હજાર રૂપિયા આપી ઝેરી કેમિકલ ખરીદ્યુ હતું. ઘણા લોકો ને પકડી ને પોલીસે કબ્જા માં લીધા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!