સારંગપુર હનુમાન જી મંદિર ના સાનિધ્ય માં 25-હજાર કિલો રંગો સાથે ઉજવ્યો ધુળેટી નો પર્વ ભક્તો મન મૂકી ને ઝૂમ્યા, જુઓ ખાસ તસવીરો.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ ગઈકાલના રોજ આખા ભારતમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. હોળીના પવિત્ર પર્વ બાદ ધૂળેટીનો રંગારંગ કાર્યક્રમ યોજાતો હોય છે. આખા ભારત સહિત ગુજરાતમાં લોકો ધૂળેટીના પર્વ નિમિત્તે એકબીજા ઉપર કંકુ, ગુલાલ અને રંગની સાથે પર્વની ઉજવણી કરી રહ્યા હતા.
આપણા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાની અંદર આવેલા બરવાળા તાલુકાની અંદર સાળંગપુર ધામ વિશ્વવિખ્યાત હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. હનુમાનજી મહારાજના મંદિરે હરેક તહેવાર નિમિત્તે દાદાને અનોખો શણગાર કરવામાં આવતો હોય છે. જે પણ પર્વ હોય તેના રિલેટેડ દાદાને ખૂબ જ સુંદર રીતે સુશોભન કરવામાં આવતું હોય છે. ધુળેટીના પર્વત નિમિત્તે આખા ભારતમાંથી દાદા ના સાનિધ્યમાં ભક્તો આવ્યા હતા અને ધૂળેટીના પરવ નિમિત્તે લોકો દાદાના સાનિધ્યમાં આવ્યા.
જેમાં નાસિકના ઢોલ ડીજેના તાલે 25000 કિલો કલર સાથે ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મહારાજને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા. ભક્તો મન મૂકીને દાદા ના સાનિધ્યમાં જુમી ઉઠ્યા હતા. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં 50,000 કરતાં પણ વધારે ભક્તો આવ્યા હતા અને ધુળેટીના પર્વને આનંદથી ઉજવ્યો હતો.
જેમાં 70 થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટર ઉપરાંત સો ફૂટ ઊંચા કંકુ અને પાંચ હજાર કિલો કલરના એર પ્રેસર મશીન દ્વારા હવામાં ધુળેટીના રંગોને ઉડાવવામાં આવ્યા હતા અને ભક્તોને પાવન કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભક્તો હર્ષોઉલ્લાસ સાથે દાદાના સાનિધ્યમાં મન મૂકીને નાચ્યા હતા. જેના કેટલાક ફોટાઓ પણ સામે આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!