રાજકોટ ના કોળી પરીવારે લગ્ન કંકોત્રી મા એવી નોંધ લખાવી જોઈ તમે પણ વખાણ કરતા થાકી જશો… જુઓ શુ છે.
વર્તમાન સમયમાં લગ્ન ગાળાએ જોર પકડ્યું છે એવામાં હાલ આખા ગુજરાતની અંદરથી એવા અનેક અનોખા લગ્નની સાથે સાથે એવી અનોખી લગ્નની કંકોત્રી પણ સામે આવતી જ રહેતી હોય છે જે જોઈને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ. હાલ લોકો કંકોત્રી અને લગ્ન દ્વારા સમાજ કલ્યાણ તથા સમાજને કોઈ સંદેશો મળે તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. આવા અનેક લગ્નો તથા કંકોત્રી સામે આવી ચુકી છે.
પણ આજે અમે રાજકોટના એક કોળી પરિવારની લગ્નની કંકોત્રી વિશે જણાવાના છીએ જે વર્તમાન સમયમાં ખુબ વાયરલ થઇ રહી છે, કંકોત્રીમાં કોળી પરિવારે એવું લખાણ લખાવ્યું કે સમાજને એક સારો સંદેશો મળે. જણાવી દઈએ કે રાજકોટ શહેરના હડાળા ગામમાં રહેતા મનસુખભાઇ સીતાપરાએ પોતાની દીકરીના લગ્નમાં આ અનોખી કંકોત્રી છપાવડાવી હતી જેમાં તેઓએ એક એવી બાબત લખાવી છે કે તે વાત હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.
મનસુખભાઇએ પોતાની દીકરીની લગ્નની કંકોત્રીમાં લખાણ લખાવ્યું છે કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીયને લગ્નમાં ન આવું.આ કંકોત્રી સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય રહી છે, લોકોએ મનસુખભાઇના આવા વિચારને આવકાર આપ્યો હતો. આ કંકોત્રી અંગે વાત કરતા મનસુખભાઇ સીતાપરાએ જણાવ્યું હતું કે તેઓની દીકરીના લગ્ન છે એવામાં તેઓએ કંકોત્રીમાં કોઈએ દારૂ પીયને આવવું નહીં તેવો ચોખ્ખો સંદેશો આપ્યો હતો.
આ પેહલી વખત નથી આની પેહલા વર્ષ 2012ની અંદર મનસુખભાઇ સીતાપરાએ એક પેમ્પલેટ તૈયાર કરાવડાવ્યું હતું જેમાં તેઓએ સ્પષ્ટ ભાષામાં લખ્યું હતું કે દારૂ પીયને આવનાર વ્યક્તિને 501 રૂપિયાનો દંડ કરવામાં આવશે. મનસુખભાઈની આવી પહલને તેઓના સંબંધીઓએ પણ વખાણી હતી અને તેઓનો સાથ આપ્યો હતો.