દેશ ને મોટું નુકસાન ! ખોવો પડ્યો સપુત, સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થતાં પ્રથમ સીડીએસ બિપિન રાવત અને અન્ય 13 લોકો…. જુઓ વિડીયો
મિત્રો કાલનો દિવસ દેશના દુઃખદ દિવાસો પૈકી એક રહ્યો છે. કે જ્યાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. જણાવી દઈએ કે તમિલનાડુના કિન્નરમાં સેનાનુ આધુનિક હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર માં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા રાવત સહિત સેનાના 14 અધિકારીઓ અને જવાનો હાજર હતા.
મળતી માહિતી અનુસાર આ પ્લેન ક્રેશ માં 14 પૈકી 13 લોકો મુર્ત્યું પામ્યા છે. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત નો પણ સમાવેશ થાય છે. દેશ માટે આ સમાચાર ઘણા જ દુઃખદ છે. કારણ કે બિપિન રાવત સરે તેમનુ સમગ્ર જીવન દેશ અને દેશવાસિઓ માટે સમર્પિત કર્યું હતું. તો દેશની સેના ના અનેક અલગ અલગ ઉચ્ચ પદો પર રહ્યા અને દેશની સેના ને મજબૂત કરવા માટે અનેક કર્યો પણ કર્યા છે.
દેશ માટે ગર્વ સમાન ‘ સર્જીકલ સ્ટ્રાઇક ‘ અને ‘ એર સ્ટ્રાઇક ‘ માં તેમનું ઘણું મહત્વનું યોગદાન હતું. તેમણે દેશ રક્ષા અર્થે અનેક અભિયાનો પણ ચલાવ્યા હતા. જેમાં અનેક આતંકીઓ નો સફાયો પણ કરવામાં આવ્યો હતો. તેમના નામ માત્રથી દુસ્મન દેશો પાકિસ્તાન અને ચિન ડરવા લાગતા હતા અને આતંકીઓ તો તેમનાથી ભયભિત જ રહેતા હતા.
જણાવી દઈએ કે તેઓએ 31 ડિસેમ્બર 2016 થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખપદ ની જવાબદારી સંભાળી હતી. જ્યારે 1 જાન્યુઆરી 2020 ના રોજ તેઓ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા. તેમના અવસાનની ખબર સમગ્ર દેશ માટે ઘણી જ દુઃખની બાબત છે. પ્રભુ આ ક્રેશમાં અવસાન પામનાર તમામ લોકોની આત્માને શાંતિ આપે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.