Helth

વરસાદી ઋતુમાં ભૂલમાં પણ નહીં ખાશો કે પીશો આ આ ચીજવસ્તુઓ!! નુકશાન જાણી જો તમે ખાતા હસો તો આજે જ છોડી દેશો

Spread the love

દેશમાં ઘણી જગ્યાએ વરસાદે પોતાનું આગમન કરી લીધું છે તો ત્યાં જ ઘણી જગ્યાઓ પર આજે પણ ગરમી નો પ્રકોપ જોવા મળી આવે છે. આ મહિના ના અંત સુધીમાં વરસાદના આગમન ની સંભાવના છે. વરસાદ ની રૂતુ આવતાની સાથે સાથે ચા ની પ્યાલી અને તેની સાથે થોડી મસાલાદાર ભોજન ખાવાનું મન થતું હોય છે. સમોસાં અને પકોડાને જોયા બાદ આપણે આપના હાથ ને રોકી શકતા નથી, પરંતુ બદલાતી રૂતુ માં સ્વાદ ની સાથે સાથે સ્વાસ્થને પણ અવગણી શકાતું નથી. એવામાં આવો જાણીએ કે વરસાદ ની ઋતુમાં કયું ભોજન ખાવું જોઈએ અને કયું નહીં.

લીલા શાકભાજી 

લીલાશકભાજીને સ્વાસ્થય  માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વરસાદી ઋતુમાં નીલા પાંદડા ધરાવતા શાકભાજી ખાવાથી દૂર રહેવું જોઈએ. આમાં સરળતાથી નાના કીટાણુઓ, ધૂળ અને માટી જામી જતી હોય છે. ખાસ કરીને પાલક, ફુલેવર, કોબી થી તો દૂર જ રહેવું જોઈએ. આના સિવાય જે પણ શાકભાજી નું સેવન કરવાનું હોય તેને પહેલા સારી રીતે ધોઈ ને જ ઉપયોગ માં લેવી.

ફળ 

વરસાદ ની ઋતુમાં રસ્તાના કિનારે વેચવામાં આવતા જૂસ અને ફ્રૂટ ચાટ નું સેવન પણ ના કરવું જોઈએ. આના સિવાય ફળને કાપીને પણ લાંબા સમય સુધી રાખવા નહીં, જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તરત જ કાપીને તેનું સેવન કરવું. ફલોને કાપીને રાખવાથી તે હવાના સંપર્ક માં આવતા તે આપના શરીર ને નુકશાન પહોચાડી શકે છે.

સી ફૂડ 

સિફૂડ ના શોકીન લોકો એ ચોમાસાની ઋતુમાં આનું સેવન ના કરવું જોઈએ. વરસાદ ના મોસમ માં માછલીયો અને પ્રોન પ્રજનન નો સમય હોય છે આથી તેનું સેવન કરવાથી બચવું જોઈએ અને જો ખાઈ પણ રહ્યા હોય તો તેને સારી રીતે સાફ કરીને સારી રીતે પકાવીને પછી જ સેવન કરવું જોઈએ.

સ્પાઈસી ફૂડ 

ઋતુમાં ફેરફાર થવાની સાથે સાથે આપની પાચન ક્રિયા પણ સુસ્ત થઈ જતી હોય છે જેના કારણે આપના ખોરાક ને પચવામાં સમય લાગે છે. આથી સ્પાઈસી અને તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. તેનું સેવન તમારુ પેટ ખરાબ કરી શકે છે.

સલાડ 

આ રૂતુ દરમિયાન તમે કાચા શાકભાજી અને સલાડ નું સેવન કરવાનું પણ ટાળો. આનાથી ઇન્ફેક્ષન થવાનો ખતરો અવધિ જાય છે જે ઘણી મોટી બિયારીઓને આમંત્રિત કરતાં હોય છે. આમ ચોમાસાની રૂતુ દરમિયાન જો આટલું ધ્યાન રાખવામા આવે તો સ્વાસ્થ તંદુરસ્ત રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *