મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાના આ યુગમાં ફિલ્મ સ્ટાર્સની જૂની અને બાળપણની તસવીરો વાયરલ થવી સામાન્ય વાત છે. ઘણીવાર, સેલેબ્સના ફેન પેજ પર સોશિયલ મીડિયા પર તેમની જૂની અને બાળપણની તસવીરો શેર કરવામાં આવતી હોઈ છે. તાજેતરમાં, એક સેલેબની એક તસવીર સામે આવી છે જેને ચાહકો ઓળખી શકતા નથી. અમે તમારા માટે પણ તે તસવીર લાવ્યા છીએ. કદાચ તમે તેને ઓળખો કે નહીં, તમને ખબર પડશે કે તે કોણ છે. તમે જોઈ શકો છો કે એક નાની છોકરી તેની સુંદરતા અને સાદગીથી બધાના દિલ જીતી રહી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર અભિનેત્રી રશ્મિકા મંદાના ની છે.
તમને જણાવીએ તો રશ્મિકા મંદાના ને કોઈ પરિચયની જરૂર નથી. રશ્મિકા મંદન્ના પોતાની સુંદરતાથી બધાનું દિલ જીતી લે છે. એમાં કોઈ શંકા નથી કે રશ્મિકા મંદાના ખૂબ જ સુંદર છે. તે બાળપણથી જ સુંદર છે તે બાળપણમાં પણ ખૂબ જ સુંદર હતી. તેની અદ્ભુત સુંદરતાના કારણે 26 વર્ષની રશ્મિકાને ‘નેશનલ ક્રશ’ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રશ્મિકાએ દક્ષિણ ભારતીય સિનેમામાં મોટું અને ખાસ નામ કમાવ્યું છે. તે સાઉથની મોટી અભિનેત્રી છે. લગભગ 6 વર્ષની તેની કારકિર્દીમાં તેણે પોતાને સાબિત કરી દીધા છે અને હવે હિન્દી સિનેમામાં પગ મૂકવા માટે તૈયાર છે.
ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થઈ ત્યારથી રશ્મિકાની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’માં રશ્મિકાએ અલ્લુ અર્જુન સાથે ‘શ્રીવલ્લી’ની ભૂમિકા ભજવી હતી અને તે દેશ અને દુનિયામાં લોકપ્રિય બની હતી. હવે તે ‘શદીના મહાન હીરો’ અમિતાભ બચ્ચન સાથે હિન્દી સિનેમામાં પગ મૂકવા માટે તૈયાર છે. 26 વર્ષની રશ્મિકાનો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં થયો હતો. તેણે 19 વર્ષની ઉંમરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2016માં ‘કિરિક પાર્ટી’થી ડેબ્યૂ કર્યું હતું. તે કન્નડ ફિલ્મ હતી અને સફળ રહી હતી. આ પછી રશ્મિકાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
રશ્મિકા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. હિન્દી સિનેમામાં તેની પ્રથમ ફિલ્મ ‘ગુડબાય’ હશે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર વગેરે સાથે જોવા મળશે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થશે. બિગ બી સાથે કામ કર્યા બાદ રશ્મિકા મોટા પડદા પર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે બંને કલાકારોની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’ છે.
ફેસબુક