કળા પ્રેમી જમ્બો! હાથીએ પોતાનું જે ચિત્ર બનાવ્યું જોઈને સૌ કોઈ નવાઈ પામ્યા જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કુદરત દ્વારા મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવોને પણ આ ધરતી પર મોકલ્યા છે આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય પાસે અનેક કળા અને આવડત છે. જો કે કુદરત નો ન્યાય દરેક જીવ માટે સરખો હોઈ છે જેના કારણે કુદરતે અન્ય જીવોને પણ અનેક તાકતો અને વિશિષ્ટ કલાઓ આપી છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક પ્રાણી પાસે પોતાની આગવી ખાસીયત છે જેના કારણે તે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. આવું જ એક પ્રાણી હાથી છે આપણે સૌ જાણીએ છિએ કે હાથી કદમાં ઘણું જ મોટું અને તાકાતવર પ્રાણી છે. ઉપરાંત તે મનુસ્ય સાથે પણ ઘણું સહજ છે આપણે હાથીના અનેક વિડીયો સોશ્યલ મીડિયા પર જોયા છે. જેમાં તેના અલગ અલગ કર્તવ જોવા મળે છે.
પરંતુ શું તમે ક્યારે કોઈ પ્રાણી ને ચિત્ર દોરતા જોયું છે? તો આપણો જવાબ કદાચ ના જ હશે પરંતુ હાલમાં સોશ્યલ મીડિયા પર હાથીનો એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ચિત્ર દોરતુ જોવા મળે છે જણાવી દઈએ કે આ વિડીયો IFS ઓફિસર પ્રવીણ અંગુસામીએ ટ્વિટર પર શેર કર્યું છે આ વીડિયો અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અને અત્યાર સુધીમાં 1800 થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.
જો વાત વાયરલ થતાં આ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે હાથી તેની સૂંઢ વડે પેઇન્ટિંગ બનાવી રહ્યો છે તે સૌપ્રથમ સૂંઢ બનાવે છે બાદ માં ચાર પગ બનાવે છે. અને છેલ્લે પૂંછડી બનાવે છે વિડીયો જોતાં એવું લાગે છે કે જાણે હાથીએ પોતાને અરીસામાં જોયો હોય કારણકે હાથી પોતાની પેઈન્ટિંગને આટલી પરફેક્ટ રીતે બનાવે છે.
🖌️🐘🤯pic.twitter.com/hqVfK4C0rY
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) February 4, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.