દેશના વડાપ્રધાન પાસે પણ થઇ રહી છે ખાજુરભાઈની વાહ વાહ !! જુઓ પીએમ મોદીએ ખજુરભાઈ વિશે શું કહ્યું ?
આપણે જાણીએ છે કે, ખજૂરભાઈ ગરીબોના મસીહા છે અને ખુબ જ સેવાકીય પ્રવુતિઓ કરી રહ્યાં છે, ત્યારે હાલમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ ખજુરભાઈના વિડીયો જોઈને બે આદિવાસીઓ ભાઈઓની મુલાકાત લીધી છે, આ બાળકો કોણ છે એ તમને અમે જણાવીશું તેમજ મોદીજી ખજૂરભાઈ વિશે શું બોલ્યા એ વાત પણ અમે આપને જણાવીશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીજીએ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા સંબોધી હતી પણ આ સભા પહેલા મોદીજીએ બે આદિવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી અને તેમના જુસ્સાની જનસભામાં વાત કરી હતી.ખરેખર આ બાળકોના ભાગ્ય ખજૂરભાઈના લીધે ખુલ્યા છે. એક સમયે આ બાળકોની હાલત ખુબ જ નબળી હતી પરંતુ ખજૂરભાઈઆ બાળકોને નવું જીવન આપ્યું.
વડાપ્રધાને નેત્રંગની સભામાં કહ્યું હતું કે, અહીં આવવામાં મોડું એટલા માટે થયું કે મારે બે આદિવાસી બાળકોને મળવાનું હતું. જેમાં એકનું નામ અવી છે અને બીજાનું નામ જય છે. અવી નવમાં ધોરણમાં અને જય છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. બંને ભાઈઓના માતા-પિતા બીમારીના કારણે છ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. ત્યારબાદ બંને ભાઈઓ હાથે રાંધીને ખાતા હતા.
મોદીજીએ પણ રૂબરૂ મળીને બંને બાળકોને કહ્યું હતું કે, ‘ખજુરભાઈ’નો વીડિયો જોઈને મને ખબર પડી. મને તમારો વીડિયો જોઈ એકદમ આશ્ચર્ય થયું.તમારું ઘર પણ બની ગયું અને ટીવી પણ આવી ગયું ને.વડાપ્રધાને સાથે મુલાકાત કર્યા બાદ અવી અને જયે કહ્યું હતું કે, સાહેબ અમને મળવા આવ્યા અને અમારા માટે સમય કાઢ્યો અમને બહુ મજા આવી.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.