હાથી, ઘોડા સાથે રજવાડી જાન નીકળી સોનાનો વરસાદ થતાં લોકો જોતાં રહ્યા..જુઓ તસવીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ચારે તરફ લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે જ્યાં એક બાજુ ક્મુરતા પૂર્ણ થતાં લોકો લગ્નની ખુશીઓ માં ખોવાઈ ગયા છે તેવામાં અત્ર તત્ર સર્વત્ર લગ્ન ગીતો સાંભળાઇ રહ્યા છે. આ પાવન પ્રસંગે અનેક યુગલો પ્રભુતા માં પગલાં કરશે અને પોતાના જીવન સાથી સાથે નવા જીવનનો શ્રી ગણેશ કરશે.
આપણે સૌ જાણીએ છિએ કે લગ્નએ દરેક વ્યક્તિ ના જીવનનો અણમોલ પ્રસંગ છે. તેવામાં લોકો પોતાના લગ્નને યાદગાર અને વૈભવી બનાવવા માટે કોઈ કસર છોડતા નથી. પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આપણો દેશ અને આખું વિશ્વ કોરોના નામની માહામારી સામે લડી રહ્યું છે. તેવામાં કોરોના લોકોમાં વકરે નહીં આ માટે સરકાર દ્વારા અનેક નિયંત્રણ જાહેર જનતા ના સ્વાસ્થને ધ્યાન માં રાખીને પ્રજા હિત માટે રાખવામાં આવ્યા છે.
આ નિયમો નું પાલન કરવું આપણી જવાબદારી છે. જો કે આવા નિયંત્રણો લગ્નને લઈને પણ છે. માટે હાલમાં થોડા લોકોની હાજરીમા અને સાદી રીતે લોકોને લગ્ન કરવા પડે છે. પરંતુ આપણે અહીં આશરે બે વર્ષ પહેલાના એટલે કે કોરોના પહેલા ના એક ભવ્ય લગ્ન વિશે વાત કરવાની છે કે જેમની સ્મ્રુતિઓ આજે પણ લોકોના મનમાં છે.
જણાવી દઈએ કે આ લગ્ન એકદમ રજવાડી રીતે કરવામાં આવ્યા હતા કે જ્યાં જાન ગાડી ને બદલે હાથી ઘોડા અને ઉંટ પર નીકળી હતી અને લોકોએ પોતાના પારંપરિક પોશાક તો પહેર્યા પરંતુ મહિલાઓ એ જેટલું સોનું પહેર્યું હતું તે ઘણું ચર્ચામાં આવ્યું હતું આ લગ્ન જોવા માટે સૌ કોઈ રસ્તા પર આવી ગયા હતા.
જો વાત આ લગ્ન અંગે કરીએ તો આ આલીશાન લગ્ન રાજકોટ માં યોજાયા હતા. શહેરના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર વિજય વાંક ના સાળા અર્જુન સબાડના આ લગ્ન હતા. પરંતુ ઘણો સમય વીતી ગયા પછી પણ આજે પણ લોકોના મનમાંથી આ લગ્નની સ્મૃતિઓ વિસરાણી નથી. જણાવી દઈએ કે લગ્નની જાન શહેરની માસ્તર સોસાયટી થી આશરે 80 દૂર આવેલ શેઠ હાઈસ્કૂલ માં આવી હતી.
લગ્નને રજવાડી બનાવવા માટે લગ્નમાં ગાડીઓ ને બદલે હાથી, ઘોડા અને ઉંટ ની સવારીઓ જોવા મળી હતી. વરરાજા પોતે લગ્ન માટે હાથીં પર રાજાની જેમ બેસીને જઈ રહ્યા હતા. જો કે ખાસ વાત તો એ છેકે જાન માં હાજર લોકોએ પોતાના પારંપરિક વસ્ત્ર પરિધાન કર્યા હતા. આ તમામ વચ્ચે જો કોઈએ સૌથી વધુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોઈ તોતે જાન માં હાજર 20 બહેનો હતી. કે તેમને જોતાં એવું લાગે કે જાણે સોનાનો વરસાદ થયો હોઈ.
જણાવી દઈએ કે આ બહેનોએ આશરે 500 તોલા એટલે કે રૂપિયા 2 કરોડ કરતા પણ વધુનું સોનુ પહેર્યું હતું જેને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જો વાત જાનની અન્ય બાબત અંગે કરીએ તો લગ્નમાં મુંબઈ ના નાસિક ના બેન્ડવાળા ને બોલાવવામાં આવ્યા હતા જેમને જોવા લોકો આવ્યા. આમ આ લગ્ન ઘણા જ ભવ્ય અને એટલા રજવાડી હતા કે આજે પણ લોકો લગ્નને યાદ કરે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.