હીરો ન બની શક્યા તો, આ ગુજરાતીએ શરૂ કર્યો વેન્ટીવાનનો બિઝનેસ, મુકેશ અંબાણીથી બોલીવુડના મોટા કલાકારો વાપરે છે…જુઓ તસવીરો
આખું જગત ફરી લો પણ ગુજરાતી જેવો વ્યક્તિ તમને ક્યાંય નહીં મળે. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેને પોતાની આંખોમાં તો સપનું રોપ્યું હતું હીરો બનવાનું પણ આજે તેઓ હીરો ભલે ન બની શક્યા પરંતુ આજે તેમની છત્રછાયામાં અનેક સુપરસ્ટાર લોકો રહે છે. મુંબઈ એ માયા નગરી છે, જ્યાં અનેક લોકો કલાકાર બનવાનુ સપનું લઈને આવે છે પણ મુંબઈ એવી નગરી છે, જ્યાં તમને રોટલો તો મળે પણ ઓટલો ન જળે.
આજે આપણે વાત કરીશું એક એવા ગુજરાતી વ્યક્તિની જેમણે આપત્તિને અવસરમાં બદલી નાખી. આ કહાની છેસૌરાષ્ટ્રના ઉનામાં જન્મેલા કેતનભાઇ રાવલની જેઓ એક સમયે મુંબઈ નગરીમાં માત્ર ત્રણ હજાર રૂપિયા ખિસ્સામાં લઈને કલાકાર બનવા ગયા હતા. ત્યારથી જીવનમાં વળાંક આવ્યો. કોઈપણ પ્રકારની ઓળખાણ વગર માત્ર હિંમત અને આંખોમાં કંઈક કરી બતાવવા મુંબઈ આવ્યા.
આજે ભલે તેઓ હીરો તરીકે નામના ન મેળવી શક્યા પરંતુ આજે મુંબઈમાં સૌથી વધુ વેનિટી વેન ધરાવનાર કેતન રાવલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણીથી લઈને, બોલીવુડના મોટા મોટા સુપરસ્ટાર, કોરિયોગ્રાફર, અને હોલિવુડના સ્ટાર પણ કેતન રાવલની જ વેનિટી વેન વાપરે છે. ચાલો અમે આપને જણાવીએ કે, કઈ રીતે કેતનભાઈ એ વેનિટી વેનનો બિઝનેસ શરૂ કર્યો.
કેતનભાઇને પણ મુંબઈમાં રહેવા માટે શરૂઆતમાં ઘણા દિવસ સુધી કોઈ સ્થળ ન મળ્યું હતું. તેમણે રેસ્ટોરન્ટમાં જ્યાં જગ્યા મળે ત્યા સુઈને પણ દિવસો વિતાવ્યા છે. શરૂઆતના દિવસોમાં તેમને ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજનું કામ શરૂ કર્યું. એક શો કરે ત્યારે 75 રૂપિયા માત્ર મળતા હતા. બન્યું એવું કે, હિમેશ રેશમિયાના પિતાજી પાસે એકાઉન્ટ ની જોબ શરૂ કરી હતી, ત્યારે 800 રૂપિયા મહિને પગાર અને રહેવા માટે એક ફ્લેટ રહેવામાં આપ્યો હતો.
એક્ટર બનવાનું સપનું હતું અંકબંધ હતું તેથી તેઓ રાત્રે રાત્રે નાટકોમાં કામ કરવા પણ જતા હતા. એક દિવસ તેમના માલિક તેઓને જોઈ ગયા તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. ધીમે ધીમે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે મુલાકાત થઈ અને તેમને નાના-મોટા રોલ મળવાનું શરૂ થયું.સિરિયલોમાં ગુજરાતી પિક્ચર તથા હિન્દી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરીને તેઓ આગળ વધ્યા.
ધીમે ધીમે જાણ થાય તેમને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર વેનિટી વેનની અછત છે. મિત્રો સાથે તેમના પપ્પાના રિટાયરમેન્ટના પૈસા ભેગા કરીને પાર્ટનરશીપમાં વેનિટી વેન લીધી અને 2005માં તેમના લગ્નના બે મહિનાની અંદર જ તેમને કોઈ કારણ જણાવ્યા વગર કાઢી મુકવામાં આવ્યા અને કંપનીએ કરેલા નફામાંથી બાકાત કરી દેવાયા.
પરિવાર ની મદદથી તેમણે ફરી એક વખત વેનિટી વેનનો બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં તો હપ્તા ભરવા માટે કે ઘરમાં દૂધ લાવવા માટે પણ પૈસા ન હતા પણ હિંમત અને ધીરજથી આજે તેઓ 65 વેનિટી વેનના માલિક છે. તેમના ઘરે ત્રણ દીકરીઓના જન્મદિવસ એકસાથે થયા છે ત્યારે માતાજી મારા પ્રસન્ન થયા હોય તેમ તે દિવસથી ક્યારેય પાછુ નથી જોયું અને આજે મુંબઈમાં સૌથી વધુ વેનિટી વેનનાં માલિક છે, તેમજ કોરોનાકાળમાં પોતાની વેન પોલીસ મહિલા ઓફિસરોને સેવામાં આપી હતી.