ડાઇરાની વચ્ચે અચાનક યુવક કીર્તિદાન ગઢવીના સ્ટેજ પાસે ગયો અને રૂપિયાના વરસાદ વચ્ચે ફાયર કરતા લોકો ડઘાયા જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી લોકો કલા અને સંસ્કૃતિમાં ઘણું માને છે આપણા ગુજરાતી ગીતો, ભજનો અને લોક ડાયરા ના દીવાના આખા વિશ્વમા છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણે ત્યાં અવાર નવાર લોક ડાયરાઓ નું આયોજન થાય છે જેમાં સુર સમ્રાટો પોતાના અવાજ નો જાદુ ફેલાવે છે અને ભજનો તથા લોક ગીતો ગાઈને લોકોને પોતાના તાલ પર નાચવા માટે મજબૂર કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે લોકો આવા ડાયરામા ઘણા પૈસા ઉડાવે છે પરંતુ હાલમાં એક એવો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ ડાયરાની વચ્ચે પૈસા ને બદલે ગોળીઓ ચલાવતા સામે આવ્યો છે જો વાત આ ડાયરા અંગે કરીએ તો તે અંકલેશ્વર ના નેશનલ હાઇવે ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલ ઋષિકુલ ગૌધામ ખાતે યોજવામાં આવીયો હતો.
અહીં ધર્મ પરિષદ ની સાથો સાથ રાત્રે ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે વડાતાલધામ સત્સંગ મહાસભા નાં પ્રમુખ નૈતમ સ્વામી દ્વારા પ્રવચન આપ્યું હતું જે બાદ રાતના સમયે કીર્તિદાન ગઢવી ઉપરાંત ઋષિ અગ્રવાન અને દિલીપ પટેલ સાથો સાથ જીગ્નેશ બારોટે પણ સ્ટેજ પર પોતાના સુરે લોકોને ડોલાવ્યા હતા.
સમગ્ર ડાયરો શાંતિ પૂર્ણ ચાલી રહ્યો હતો તેવામાં એક વિક્રમ ભરવાડ નામનો વ્યક્તિ એકા એક સ્ટેજ પાસે પહોંચ્યો અને જ્યાં લોકો પૈસા ઉડાવી રહ્યા હતા તેવામાં તેણે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કરતા લોકો ધબરાઇ ગયા હતા. જે બાદ આ ઘટના અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
અહીં ડાયરામા સંરક્ષણ હિંદુ ધર્મ સેના ગુજરાત નાં માધવપ્રિય સ્વામી અને અન્ય સંતો અને તેમના અનુયાયીઓ હાજર હતા અહીં શાકોસત્વ અને રકત દાન નો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં હાજર લોકોએ મોટા પાયા પર આ કાર્યક્રમ માં જોડાયા તે સમયે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર હતા કે જેમનું રક્ત દાન થાકી તુલા કરવામાં આવ્યું હતું. અલબત ફાયર સમયે તેઓ ડાયરામાં હાજર ના હતા.