સ્ટેશન પર પહોચતા પહેલા જ ટ્રેન એકા એક સળગી ઉઠી તપાસમા ટ્રેન સળગવા નું કારણ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના કામકાજ કે અન્ય કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું રહે છે આ માટે વર્તમાન સમયમાં અનેક સાધનો એવા છે કેજે વ્યક્તિને પરિવહન માટેની સુવિધાઓ પૂરી પાડે છે આ તમામ સાધનો પૈકી રેલવેની સૌથી સુરક્ષિત અને સૌથી સસ્તુ પરિવહનનું સાધન માનવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે રેલવે દ્વારા મળતી સુવિધાઓ અને તેની સસ્તી ટિકિટના દરો ના કારણે હાલમાં ટ્રેન પરિવહન માટે સૌથી વધુ ઉપયોગ માં લેવતુ સાધન છે.
જો કે હાલમાં ટ્રેન માં એક ઘણો મોટો અકસ્માત સર્જાયો છે કે જ્યાં ટ્રેનમા એકા એક આગલાગી હતી. જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાની આ ઘટના ગાંધીધામ પુરી એક્સપ્રેસ માં સર્જાઈ હતી. જ્યારે આગ લાગી ત્યારે આ ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન પાસે હતી.
જો વાત આ આગ વિશે કરીએ તો ટ્રેનમા આગ લાગવાની શરૂઆત પેન્ટ્રી કારમાંથી થઈ હતી. આગ લાગવાના કારણે બચાવ કામગીરીના ભાગ રૂપે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુજવ્વાનુ કામ હાથ ધર્યું હતું. જો કે આગ લાગવાની આ ઘટનામા રાહત ની વાત એ છે કે અત્યાર સુધીમાં આગ ના કારણે કોઈ પણ જાન હાનિ ની માહિતી મળી નથી.
જણાવી દઈએ કે રેલ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જો કે જણાવી દઈએ કે હાલમાં ટ્રેન માં આગ શાં કારણે લાગી તેના કારણ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી.