ગ્રીષ્માં હત્યાને લઈને મોટો ખુલાસો આરોપી ફેનિલે આપ્યું ચોંકાવનાર નિવેદન પ્રેમ નહિ આ કારણે કરી હત્યા..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજમાં કાયદા વ્યવસ્થા કથળી હોઈ તેવું લાગે છે કારણે હાલમાં થોડા જ સમયમાં અમુક એવા અમાનવીય બનાવો સામે આવ્યા છે કે જેના કારણે લોકો નું હૃદય દ્રવી ઉઠે એક તરફ જ્યાં આખા રાજ્યમાં કિશાન ભરવાડ ના મૃત્યુને લઈને સૌ કોઈ દુઃખી હતું તેવામાં ફરી એક વખત બનેલા હત્યાના બનાવે આખા રાજ્યને હલાવી મૂક્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ સુરત શહેર માંથી અપરાધની ઘણી જ ભયાવહ ઘટના સામે આવી હતી કે જ્યાં એક તરફા પ્રેમીએ જાહેરમાં પરિવારની સામે જ પ્રેમિકાને રહેંસી નાખી જેના લઈને આખા રાજ્યમાં દુઃખનો માહોલ છે.
સૌ પ્રથમ જો વાત આ ઘટના અંગે કરીએ તો જણાવી દઈએ કે આ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે કે જ્યાં ગગ્રીષ્માં નામની એક યુવતી રહેતી હતી આ યુવતી ને છેલ્લા એક વર્ષથી ફેનિલ નામનો યુવક પરેશાન કરતો હતો તેવામાં એક દિવસ ફેનિલ ગ્રીષ્માં ના ઘરે પહોંચી તેને હેરાન કરવા લાગ્યો જેનો ગ્રીષ્માં ના પરિવારે વિરોધ કરતા ગુસ્સે ભરાયેલા ફેનિલે પ્રથમ ગ્રીષ્માં કાકા પર જે બાદ તેના ભાઈ પર હુમલો કર્યો અને જે બાદ ગ્રીષ્માંને પણ બાથમાં લઈને તેનું ગળું કાપીને હત્યા કરી હતી.
આ બનાવ ને લઈને હાલમાં આખા રાજ્યમાં શોકનો માહોલ છે અને સૌ કોઈ આરોપીને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ગ્રીષ્માં ની હત્યા કર્યા બાદ ફેનિલે ઝેરી દવા પીને પોતાના હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હાલમાં ફેનિલ પોલીસ ની પકડ માં છે પોલીસ દ્વારા પૂછતાછ માં ફેનિલે ચોંકાવનાર ખુલાસો આપ્યો છે. મળતી માહિતી અનુસાર ગ્રીષ્માં અને ફેનિલ ની ઓળખ ગ્રીષ્માંના મિત્ર પવન કળથિયા દ્વારા કરાવવામાં આવી હતી.
ફેનિલે પોલીસ ને જણાવ્યું કે શરૂઆત માં તેની અને ગ્રીષ્માં ની મુલાકાત થતી અને પછી બંને એક બીજા સાથે મેસેજમાં પણ વાત કરતા અને મળતા પણ હતા. તેણે જણાવ્યું કે 22 ડિસેમ્બર ના રોજ ગ્રીષ્માં જન્મ દિવસે બંને ફરવા પણ ગયા હતા. જો કે થોડા સમય પહેલા ગ્રીષ્માંનો ફોન ખરાબ થતા તેણે જૂનો ફોન રિપેરમાં આપી અને નવો ફોન લીધો જે બાદ જૂનો ફોન રીપેર થઇ જતા ગ્રીષ્માં ના મામાએ તેની અને ફેનિલ ની તસ્વીર જોઈ લેતા તેમના પ્રેમ સંબંધ નો ખુલાસો થયો આવી બાબત ફેનિલે જણાવી.
જે બાદ ફેનિલે જણાવ્યું કે પરિવાર ના લોકોને માહિતી મળતા ગ્રીષ્માંએ મને ફેનિલ મેસજ કે વાત કરવાની ના કહી અને પોતે મેસેજ કરશે તેવું જણાવ્યું જો કે થોડા સમય બાદ ગ્રીષ્માં ના કાકા અને મામા ગ્રીષ્માં સાથે અમરેલીની કોલેજ પાસે ગયા અને ફેનિલને પણ બોલાવ્યો અને બંનેને પ્રેમ સંબંધ છોડી દેવા સમજાવ્યું. અને મને ફેનિલ વારો પાડવાની ધમકી આપી. જે બાદ પ્રેમ સંબંધને લઈને ફેનિલે ગ્રીષ્માં ના કાકા અને મામા ને પોતાના અને ગ્રીષ્માંના લગ્ન કરાવવા અંગે કહ્યું જે બાદ તેના મામાએ કહ્યું કે ફેનિલ પોતાના ઘરે લઇ જાય અને તેના માતા પિતા સાથે વાત કરાવે જોકે આ બાબતને લઈને ફેનિલે ઇન્કાર કર્યો.
વધુમાં ફેનિલે જણાવ્યું કે આ ઘટના બાદ પણ તેમની બંનેની વચ્ચે મેસેજ શરૂ રહ્યા જે બાદ દિવાળી ના સમયમાં ફેનીલનાં કાકા પર એક ફોન આવ્યો કે ફેનિલ ગ્રીષ્માં નામની યુવતીને હેરાન કરે છે આ અને તેના મામાએ ફેનિલને હીરા બાગ સર્કલ પાસે મળ્યા બોલાવ્યો છે જે બાદ ફેનિલ પોતાના ભાઈ સાથે ત્યાં ગયો જ્યાં ગ્રીષ્માં ના મામાએ ફેનીલનાં ફોનમાંથી તેની અને ગ્રીષ્માં ની તસવીરો અને મેસેજ ડીલીટ કરાવ્યા.
આ ઘટનાના થોડા સમય પછી 5 થી 7 લોકો ગાડીમાં ફેનીલ નાં ઘરે આવ્યા અને ફેનીલનું નામ પૂછી તેને લાફો માર્યો જોકે જવાબમાં ફેનિલે પણ તેને લાફો માર્યો જે બાદ આ લોકોએ મારા ફેનિલ ના માતા પિતાને પણ માર્યા જે બાદ ગ્રીષ્માંએ પણ ફેનિલ સાથે વાત કરવાનું છોડી દીધું જે વાત ફેનિલને લાગી આવી અને તેણે આવું પગલું ભર્યું આવું નિવેદન પોલીસ સમક્ષ ફેનિલે આપ્યું.