બિહાર માં થયો ચમત્કાર ! રસ્તા પર થયો માછલીઓ નો વરસાદ… જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. અત્યારે ભારત દેશ માં ગરમી ની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ગરમી નો પ્રકોપ એટલો બધો છે કે લોકો ને ગરમી થી બચવું મુશ્કિલ થઇ પડ્યું છે. ભારત માં ગરમી નો પારો લગભગ 40 ડિગ્રી ને પાર જ નોંધાતો જોવા મળે છે. ગરમી થી ત્રાહિમામ લોકો વરસાદ ની રાહ જોઈ બેઠા છે.
બિહાર થી એક અનોખી ઘટના સામે આવી છે. લોકો વરસાદ ની રાહ જોઈ બેઠા છે. બિહાર ના ગયા માં વરસાદ ની એન્ટ્રી તો નો થઇ પણ માછલીઓ નો જાણે વરસાદ પડ્યો હોય તેમ ગયા ના એક વિસ્તાર માં માછલીઓ ની રેલમછેલ રસ્તા પર જોવા મળે છે. પહેલી નજરે જોતા તો એમ જ લાગે છે કે ખરેખર માછલિઓ નો વરસાદ થયો હશે.
વધુ વિગતે જાણવા મળ્યું કે બિહાર ના ગયા ના એક વિસ્તાર માંથી એક ટ્રક પસાર થઇ રહ્યો હતો. ટ્રક ડ્રાયવર દ્વારા કાબુ ગુમાવી બેસતા માછલીઓ ભરેલ ટ્રક રસ્તા પર ઊંધો પડી ગયો. અને તેમાં રહેલી માછલીઓ રસ્તા પર આવી ગઈ. આ જોઈ ને ત્યાં થી પસાર થતા લોકો અને આજુબાજુ ના દરેક લોકોં માછલીઓ ને લેવા માટે ઉમટી પડ્યા હતા.
જેના હાથ માં જે આવ્યું તે લઇ ને માછલીઓ ભરવા લાગ્યા. લોકો એ લૂંટ મચાવી દીધી હતી. વિડીયો માં જોઈ શકાય છે કે લોકો માછલીઓ ને લેવા પડાપડી કરી રહ્યા છે. આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે. જુઓ વિડીયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
सड़क पर गिरी मछली, मच गई लूट#बिहार pic.twitter.com/ZleUZpDOp2
— Hari krishan (@ihari_krishan) May 28, 2022