જો તમારે પણ જોઈએ છે તંદુરસ્ત શરીર તો માત્ર આ વસ્તુના સેવનથી મળશે તંદુરસ્ત શરીર કરો માત્ર આટલું….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ આપણું શરીર ઘણું મૂલ્યવાન છે. મનુસ્ય શરીરે કુદરત દ્વારા બનાવવામાં આવેલ સૌથી અદભુત રચના છે. મનુસ્ય શરીર અનેક ખૂબીઓથી બનેલું છે. જો કે દરેક વ્યક્તિના શરીર ની સંભાળ ની જવાબદારી આપણી જ હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના શરીર એક સરખા હોતા નથી. અમુક લોકો પ્રમાણમાં ઘણા દુબળા હોઈ છે જયારે અમુક લોકો પ્રમાણમાં જાડા હોઈ છે. જો કે આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર ઘણું ફ્લેક્સિબલ છે.
જેના કારણે આપણા શરીર ને આપણે કસરત દ્વારા ધારીએ તેવો આકાર આપી શકીએ છીએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા હાલમાં લોકો દ્વારા શરીરને ઘણું મહત્વ આપવામાં આવે છે. કારણકે શરીરએ આપણા માટે સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. લોકો પોતાના શરીરને આકર્ષક અને તંદુરસ્ત બનાવવા માટે અનેક કર્યો કરે છે. તેમાં પણ જ્યારથી વિવિધ રોગોએ આપણા જીવનમાં એન્ટ્રી લીધી છે ત્યારથી લોકો પોતાના સ્વસ્થ પર ઘણા કામ કરતા થઇ ગયા છે.
મિત્રો આપણે ઘણા એવા લોકો જોયા છે કે જેઓ ઘણા જ દુબળા હોઈ છે જેના કારણે લોકો તેમનો મજાક ઉડાવે છે. અને તેમને કમજોર મને છે. આ પૈકી અનેક લોકો પોતાનું વજન વધારવા માટે અનેક પ્રકારના કર્યો કરતા હોઈ છે. ઉપરાંત બજાર માંથી દવાઓ પણ લેતા હોઈ છે. જો કે આ પૈકી અમુક દવાઓ લોકોને નુકશાન પણ પહોંચાડે છે. જો તમે પણ ઓછા વજન થી પરેશાન છો ? તો આ લેખ તમારા માટે છે. આપણે અહીં અમુક એવી કુદરતી વસ્તુઓ વિશે જાણશું કે જેના સેવનથી વજન વધે.
મિત્રો આપણે અહીં સૂકી દ્રાક્ષ વિશે વાત કરવાની છે કે જેના સેવનથી વજન વધારી શકાય. મિત્રો જો વાત સૂકી દ્રાક્ષ ના પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષમાં કેલરી અને, ફ્રુક્ટોઝ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે, જે વજન વધારવામાં અસરકારક છે. જો વાત સૂકી દ્રાક્ષ ના સેવનથી વજન કઈ રીતે વધે તે અંગે વાત કરીએ તો..
વજન વધારવા માં સૂકી દ્રાક્ષ અને દૂધ મદદ રૂપ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે, તેવામાં દૂધ અને સૂકી દ્રાક્ષ નું સેવન વજન વધારી શકે છે. આ માટે તો સૂકી દ્રાક્ષ અને 1 ગ્લાસ દૂધ ની જરૂર પડશે જે બાદ દ્રાક્ષ ને દૂધમાં નાખીને ઉકાળો. ત્યાર બાદ આ દૂધ પીવો. ઉપરાંત સૂકી દ્રાક્ષ એ દૂધમાં પીસીને પણ પી શકાય છે. આ રીતે કરેલ દૂધ અને સૂકી દ્રાક્ષનું સેવન શરીરનું વજન વધારે છે.
આ ઉપરાંત વજન વધારવા માટે શેકેલા ચણા અને સૂકી દ્રાક્ષ નું મિશ્રણ પણ મદદરૂપ છે. મિત્રો આ રીતે વજન વધારવા માટે ચણા અને સૂકી દ્રાક્ષને એક સાથે સારી રીતે શેકી લો જેનું સેવન શરીરના વજનમાં વધારો કરે છે. આ રીતે કરેલ ચણા અને દ્રાક્ષના સેવનથી શરીરનું વજન વધારવા અને માંસપેશીઓ મજબૂત કરવામાં ફાયદાકારક છે.
આ ઉપરાંત પલાળેલી સૂકી દ્રાક્ષ પણ લોકો ને વજન વધારવા માટે મદદરૂપ છે. આ પદ્ધતિ માં શરીર નું વજન વધારવા માટે સૌ પ્રથમ સૂકી દ્રાક્ષને પાણીમાં ધોઈ લો. હવે તેને આખી રાત પાણીમાં પલાળી રહેવા દો. જે બાદ આ પાણી ને સવારે ઉઠીને પીવો. અને તે દ્રાક્ષને પણ ચાવીને ખાઓ. આ ઉપરાંત સૂકી દ્રાક્ષ નો હલવો પણ શરીર માટે ફાયદા કારક છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ ખાવા ના ઘણા શોખીન છે તેવામાં ખોરાક દ્વારા શરીરની તંદુરસ્તી વધે તે ઘણું સારી બાબત છે.
મિત્રો જો વાત સૂકી દ્રાક્ષ ના હલવા અંગે કરીએ તો આ માટે રવો અને લોટ, લઈને ગાજરનો હલવો બનાવીએ તેમ જ આ હલવાને પણ તૈયાર કરો જે બાદ તેમાં સૂકી દ્રાક્ષ નાખો. આમ તમારો સૂકી દ્રાક્ષ નો હલવો તૈયાર થઇ જશે. હલવા ઉપરાંત સૂકી દ્રાક્ષના લાડવા પણ બનાવી શકાય છે. આ લાડવા બનાવવા માટે આશરે 1 કિલો સૂકી દ્રાક્ષ લો. જે બાદ લાડવા બનાવવા માટે તેમાં મનપસંદ ડ્રાયફ્રૂટ્સમાં 250-250 ગ્રામ ઉમેરો અને તેને ઘીમાં તળી લો. આટલું થઇ ગયા પછી આ મિક્સરણ માં ગોળની ચાસણીમાં નાખો. આમ તમારા લાડવા તૈયાર. આમ તમે મીઠી વસ્તુઓના સેવન દ્વારા વજન વધારી શકો છો.