Gujarat

600-એકર માં બનેલ પ્રમુખસ્વામી ના નગર માં ફૂલો છે આકર્ષણ નું કેન્દ્ર ! આ નગર ની મુલાકાત છે એક લ્હાવો, જુઓ તસ્વીર.

Spread the love

પ્રમુખસ્વામી મહારાજ ની શતાબ્દી મહોત્સવ નું આયોજન ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં કરવામાં આવેલું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મહંત સ્વામીના હસ્તે આ શતાબ્દી મહોત્સવ નો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ઘર આંગણે 30 દિવસ સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલવા નો છે. જેના માટે પ્રમુખસ્વામી મહારાજના એક આખા નગરની રચના કરવામાં આવેલી છે.

600 એકર માં આખું આયોજન કરવામાં આવેલું છે. જેમાં 200 એકર માં પ્રમુખસ્વામી મહારાજના નગરની રચના કરવામાં આવેલી છે. આ નગરમાં વિદેશમાંથી પણ અનેક ફૂલો લાવવામાં આવેલા છે. જે ત્યાં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ નગરમાં દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ દર્શાવવામાં આવેલી છે. જેમાં પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવેલી છે.

નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ, જેવા થીમ ઉપર નગરમાં આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આ નગરમાં પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિથી લઈને કળશ, બાળનગરી, યજ્ઞ શાળા, ગ્લો ગાર્ડન, ભજનઆનંદ વગેરે બનાવવામાં આવેલું છે. વિદેશમાંથી પણ અનેક પ્રમુખસ્વામીના ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે. 14 ડિસેમ્બર ના રોજ ખુલ્લુ મુક્યા બાદ 15 ડિસેમ્બરના રોજથી પ્રમુખસ્વામી મહારાજના નગરને ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યું હતું.

આ નગરમાં અનેક ફૂલો વિદેશથી લાવવામાં આવેલા છે તેની વાત કરીએ તો, પીટુનીયા છોડ આ છોડ દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલમાં થતો છોડ છે. આ છોડની એક ઝલક અહીં દર્શાવવામાં આવેલી છે. જેમાં આપણને લાલ, સફેદ, જાંબલી, આછો વાદળી, પીળો લગભગ તમામ રંગો જોવા મળે છે. ક્રિસેન્થીમમ- સેવંતી- ચંદ્રમલ્લિકા ક્રિસેન્થીમમ મૂળ પૂર્વ એશિયા અને ઉત્તરપૂર્વીય યુરોપના છોડ છે.

વિક્ટોરિયા લીલી આ નું મૂળ વતન એમેઝોન નદીના તટપ્રદેશના છીછરા પાણીમાં છે. જે લીલા એનાકોન્ડા જેવી લાગે છે અને સાપ તેના રહેઠાણ માટે પસંદ કરે છે. જે અહીં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. પેન્સી પેન્સીનું સંવર્ધન જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાનમાં થયું છે. આમ વિદેશ ની વનસ્પતિ આકર્ષણ નું કેન્દ્ર બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *