હાલોલમાં પહેલી વખત હેલિકોપ્ટરમાં આવી જાન ! શાહી ઠાઠ સાથે વરરાજાએ કર્યા લગ્ન…જુઓ તસવીરો
મિત્રો વાત કરવામાં આવે તો પરીવર્તન સાથે સુધારો થતો ગયો એક સમય એવો પણ હતો કે સામાજિક પ્રસંગોમાં ઉજવાતા અવસરોમા લગ્નનો અવસર સૌથી મોટો અને આજીવન યાદગાર ગણાતો હતો અને આજકાલ ના લગ્ન જેવા લગ્નો નહીં પરંતુ ત્રણ થી એક સપ્તાહ સુધી લગ્ન પ્રસંગ ઉજવાતો હતો અને આવાં પ્રસંગે જાન બળદગાડા ઘોડાગાડી વગેરે વાહનો થકી જોડવામાં આવતી હતી જેમાં સમય પરીવર્તન સાથે સુધારો થતો ગયો અને છેલ્લા વર્ષોથી લોકો મોંઘીદાટ કાર તથા વોલ્વો બસ સહિતના વાહનોમાં જાન જોડતા હોય છે પરંતુ આ બાબતમાં પણ પરીવર્તનનો પવન ફૂંકાયો છે.
આજકાલ સાધન-સંપન્ન પરીવારો હેલિકોપ્ટર તથા ચાર્ટડ પ્લેનમાં જાન જોડી રહ્યાં છે હવે કયાં બળદગાડા અને કયા હવાઈ જહાજો !? આટલું પરિવર્તન આવ્યું છે આજકાલ ગામડાઓમાં રહેતા અને ધનિક પરીવારો લગ્ન પ્રસંગે હેલિકોપ્ટરથી જાન જોડવાનો એક ક્રેઝ જાગ્યો છે. અને હાલમાંજ એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં જેમાં દુલ્હા દુલ્હન અને તેઓનો પરિવાર હેલિકોપ્ટરમાં આવતા મોટી સંખ્યામાં ગામના લોકો આવી પહોંચ્યા હતા.
ગામમાં પહેલી વખત હેલિકોપ્ટર આવતા ગામના લોકો હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા માટે દોડધામ કરતા હતા. આ લગ્ન હાલોલ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીના પુત્રના અનોખી રીતે લગ્ન યોજાયા હતા. લગ્નપ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટરરમાં જાણ પહોંચી હતી આ સાથે. જે જોઈ જાનૈયાઓ પણ ચોકી ઉઠ્યાં હતા. તો વળી આ સાથે વર અને વધુએ પાવાગઢ ફરતે ચક્કર લગાવ્યા હતા.
આમ હાલોલમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોઈ તેવો આ પહેલો બનાવ છે જેના લીધે સમગ્ર હાલોલ પંથકમાં આ લગ્નપ્રસંગની ચર્ચાઓ થઇ રહી છે. આમ આ શાહી લગ્નને લઇ વરરાજા અર્શ કલદારે જણાવ્યું હતું કે, હું મારી વાઈફ અને બહેન-જીજાજી સાથે અમે 4 લોકો હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા આવ્યા હતા.