Viral video

વિદેશમાં ગુજરાતીઓએ ગરબાની એટલી જોરદાર રમઝટ બોલાવી કે વિડીયો જોઈ દિલ ખુશ થઇ જશે ! જોઈને લાગશે જ નહીં કે આ વિદેશ…

Spread the love

મિત્રો હાલ તો ગણેશ ચતુર્થી ચાલી રહી છે એવામાં તમને ખબર જ હશે કે ગણેશજીની પધરામણીની સાથો સાથ વિસર્જન સમયે લોકો ખુબ જ હર્ષો ઉલ્લાસ સાથે જતા હોય છે એવામાં આપણા ગુજરાતની તો વાત જ નિરાલી છે કારણ કે અહીં તો આપણે ડીજેના તાલે નાચતા ગાતા ગાતા ગણપતિ બાપ્પાનું વિસર્જન તથા સ્થાપન કરતા હોય છે આથી જ આપણા ગુજરાતીઓને સૌ કોઈ મનમોજીલા માને છે કારણ કે આપણે આનંદ કરવાનું નથી ભૂલતા હોતા.

એવામાં ગણેશજીનું જેવું વિસર્જન થશે તેની બાદના ફક્ત થોડાક દિવસોની અંદર નવરાત્રી આવી જશે, નવરાત્રીનું આપણા ગુજરાત રાજ્યમાં એટલું બધું મહત્વ છે કે ઘરે ઘરેથી લોકો ગરબા રમવા માટે નવે નવ રાતે નીકળી જતા હોય છે, એવામાં હવે નવરાત્રીની તૈયારી તો અનેક જગ્યાએ તડામાર રીતે ચાલી રહી છે, ક્યાંક ચોળી,ધોતિયું, કુર્તા જેવા કપડાનું વેચાણ થઇ રહ્યું છે તો અમુક જગ્યાએ ગરબા ક્લાસીસ હર્ષો ઉલ્લાસ સાથે ચાલી રહ્યા છે.

જ્યા લોકો ગરબાનો આનંદ માણી રહ્યા છે, નવરાત્રીનો આટલો બધો ક્રેઝ વધી ગયો છે કે ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશની અંદર વસતા આપણા ગુજરાતી લોકો ખુબ જ આનંદ સાથે પ્રિ નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે, તમને ખબર જ હશે કે મોટા મોટા ગાયક જેવા કે કિર્તીદાન ગઢવી,કિંજલ દવે અને ગીતાબેન રબારી આવા નવરાત્રીના કાર્યક્રમ માટે જતા હોય છે.

એવામાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે માતાજીના ફોટોને વચ્ચે રાખીને ગુજરાતી લોકો રાસની એવી રમઝટ બોલાવી દીધી કે સૌ કોઈનું સોશિયલ મીડિયા પર દિલ જ ખુશ થઇ ગયું હતું. આ વિડીયોને સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે પસંદ કરવામાં આવ્યો હતો અને લાખો લોકો દ્વારા જોઈ લેવામાં આવ્યો હતો, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવો.

 

View this post on Instagram

 

A post shared by Chirag Gandhi (@dj_realest)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *