આ છે સાચો દેશભક્ત ! ઢોલ ના ધબકારા પર યુવકે લગ્ન માં કરી એવી પરેડ કે લોકો હસી હસી ને વળી ગયા બેવડા, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ અનેક કોમેડી, ફની વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યો છે. ક્યારેક એવા કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય કે લોકો પોતાનું હસવું રોકી શકતા હોતા નથી. લગ્ન હોય એટલે લોકો અવનવા સ્ટેપ્સ કરીને લગ્નમાં ડાન્સ કરતા હોય છે. પરંતુ આ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો હસી હસીને બેવડા વળી ગયા છે.
વીડિયોની વાત કરવામાં આવે તો 29 સેકન્ડ ના આ વીડિયોમાં એક યુવક લગ્નમાં નાચી રહ્યો છે. લગ્નમાં પરિવારના અનેક સભ્યો ઢોલના તાલ ઉપર પોતાના પગ થન્ગનાવી રહ્યા હોય છે. એવામાં એક યુવાન કે જેને ઢોલના તાલે કોઈ અધિકારી કે જે પરેડ કરતા હોય તે રીતે પરેડ કરવા લાગ્યો હતો. યુવક પોતાના પગ વડે લેફ્ટ રાઈટ લેફ્ટ કરે છે ત્યારબાદ થોડીવાર ઉભો રહીને પાછો વળે છે અને ફરી પાછો ચાલવા લાગે છે.
ફરી ઉભો રહીને થોડીવાર બાદ પોતે સલામી આપે છે અને ફરી પાછો નાચવા લાગે છે. થોડી ક્ષણો બાદ પાછા ફર્યા પછી ઉભો રહીને હાથ અને પગ વડે કસરત કરવા લાગે છે. આ યુવકને જોઈને લોકો કહે છે કે આ યુવક સીધો પરેડ ગ્રાઉન્ડમાંથી આવ્યો છે કે શું. આ વીડિયોને twitter હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. હજારો લાઈક મેળવી ચૂકેલા આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. 😅 pic.twitter.com/Vh7BqQokaZ
— Dipanshu Kabra (@ipskabra) April 21, 2022
સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવો વિડીયો આપણને ભાગ્યે જ જોવા મળતો હોય છે. ભારતમાં લગ્ન હોય એટલે ઢોલ અથવા ડીજેના તાલ ઉપર લોકો લગ્નને યાદગાર બનાવતા હોય છે. પરંતુ લગ્ન પ્રસંગ દરમિયાન એવા ડાન્સ કરતા હોય છે કે લોકો માટે મનોરંજન નું સાધન બની જતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!